માળીયા કચ્છ હાઈવે પર ટ્રકે હડફેટે લેતા યુવકનુ મોત
માળીયા (મી): માળીયા કચ્છ હાઈવે રોડ પર સતકાર હોટલ પાસે ટ્રકે હડફેટે લેતા યુવકનુ મોત નિપજ્યું હતુ. આ બનાવ અંગે માળીયા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાઈ છે.
મૂળ મધ્યપ્રદેશના વતની અને હાલ ગાંધીધામ જોન કંપનીના ક્વાર્ટરમાં રહેતા નવીનભાઇ પુનસિંહ ભુરીયા (ઉ.વ.૩૩) એ આરોપી ટ્રક રજીસ્ટર નંબર -જીજે-૧૨-બી- ડબલ્યુ -૨૯૧૫ ના ચાલક લાભસિંગ લસમનસીંહ લબાણા રહે. ચાકસરીફ ગામ તા.જી.- ગુરદાસપુર પંજાબવાળા વિરુદ્ધ માળીયા (મી) પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદીના ભાઈ અનીલભાઈ પુનસિંહ ભુરીયા આશરે ઉ.વ.૩૧ વાળા માળીયા ક્ચ્છ હાઈવે રોડ ઉપર ચાલીને જતા હોય ત્યારે સતકાર હોટલ પાસે આવતા એક ટ્રક જેના રજીસ્ટર નં. જીજે-૧૨- બી- ડબ્લ્યુ- ૨૯૧૫ ના ચાલક લાભસિંગે પોતાના હવાલાવાળો ટ્રક પુરઝડપે અને ગફલતભરી રીતે ચલાવી નીકળતા ટ્રકના ઠાઠાના ભાગે ભરેલ ક્ન્ટેનર સ્લીપ ખાઈ જતા રોડની સાઈડમા ચાલીને જતા ફરીયાદીના ભાઈને હડફેટે લેતા ફરીયાદીના ભાઈના ચહેરાના ભાગે તથા ડાબા હાથ ઉપર તેમજ જમણા પગમા ગંભીર ઇજાઓ પહોંચતા મોત નિપજ્યું હતું. જેથી આ બનાવ અંગે ફરીયાદ નોંધાવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.