મોરબીના સામા કાંઠે પાડા પુલ નીચે બુલેટે હડફેટે લેતા કોન્સ્ટેબલને ઇજા
મોરબી: મોરબીના સામા કાંઠે પાડા પુલ નીચે કોન્સ્ટેબલ પોતાની ફરજ પર હોય તે દરમ્યાન આરોપીને ઉભા રહેવા ઈશારો કરતા આરોપીએ બુલેટ ઉભી નહી રાખી હડફેટે લેતા કોન્સ્ટેબલને ઇજા કરી ફરજમાં રૂકાવટ કરી હોવાની ફરીયાદ નોંધાઈ હતી.
મળતી માહિતી મુજબ મોરબી સીટી ટ્રાફિક શાખામાં અનાર્મ હેડ કોન્સ્ટેબલ મહેન્દ્રભાઈ મોહનભાઈ ગઢવી એ આરોપી જુબેરભાઈ સરતાઝભાઈ શેખ રહે. મોરબીવાળા વિરુદ્ધ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે આરોપી પોતાના હવાલાવાળુ કાળા કલરનુ નંબર પ્લેટ વગરનુ બુલેટ લઇને નીકળતા ઇજા પામનાર પોલીસ હેડ કોન્સ્ટેબલ લાભુભાઇ બાલાસરાએ ફરજના ભાગ રૂપે આરોપીને ઉભા રહેવા હાથથી ઇશારો કરવા છતા આરોપીએ પોતાનુ બુલેટ ઉભુ નહી રાખી ફરજમા રૂકાવટ કરી પોતાનુ બુલેટ મોટરસાયકલ પુરઝડપે અને બેદરકારીથી ચલાવી લાભુભાઇ સાથે ભટકાડી હડફેટે લઇ લાભુભાઇને શરીરે તેમજ માથાના ભાગે ગંભીર પ્રકારની ઇજાઓ કરી તેમજ પોતાને પણ શરીરે ઇજાઓ કરી ગુન્હો કર્યો હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.