મોરબીના શનાળા રોડ પર શ્રીજી હાઇટ્સમા જુગારધામ ઝડપાયું
મોરબી: મોરબી શનાળા રોડ મોમ્સ હોટલ પાછળ અક્ષરધામ – ૨ માં આવેલ શ્રીજી હાઇટસમાં જુગાર રમતા નવ ઇસમોને રોકડા રૂપીયા- ૩૨,૫૦,૦૦૦/- ના મુદામાલ સાથે મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડયા છે.
મોરબી સિટી એ ડીવીઝન પોલીસ પેટ્રોલિંગમા હોય તે દરમિયાન ખાનગી રાહે મળેલ બાતમીના આધારે મોરબી શનાળા રોડ મોમ્સ હોટલ પાછળ અક્ષરધામ – ૨ માં આવેલ શ્રીજી હાઇટસ ફલેટ નં- ૨૦૨ માં રહેતા ગીરીશભાઇ દુર્લભજીભાઇ ઉઘરેજાના કબ્જા ભોગવટા વાળા ફલેટમાં જુગાર રમતા ૯ ઇસમો ગીરીશભાઇ દુર્લભજીભાઈ ઉઘરેજા ઉ.વ.૩૨ રહે. શનાળા રોડ મોમ્સ હોટલ પાછળ શ્રી જી હાઇટસ બીજા માળ ઘર નં. ૨૦૨ મોરબી, મયુરભાઇ વિઠ્ઠલભાઇ મુછડીયા ઉવ.૩૨ રહે, મારૂતીનંદન એપાર્ટમેન્ટ પંચાસર રોડ મોરબી, મનીષભાઇ લાલજીભાઇ વડસોલા ઉવ.૪૦ રહે. પંચાસર રોડ સત્યમ હોલ સામે ઉમા ટાઉનશીપ મોરબી, તરૂણભાઇ વલ્લભભાઈ કાવર ઉ.વ.૩૩ રહે. અવની ચોકડી પાસે હરીદ્રાર એપાર્ટમેન્ટ મોરબી, સંજયભાઇ પ્રભુભાઇ સનારીયા ઉ.વ.૩૭ રહે. અવની ચોકડી પાસે સોહમ એપાર્ટમેન્ટ મોરબી, કુલદીપભાઇ ઇશ્વરભાઈ કાસુન્દ્રા ઉવ.૨૮ રહે. દર્પણ સોસાયટી મકાન નં.૧૦૨, રવાપર રોડ મોરબી, ધર્મેન્દ્રભાઈ નાથાભાઈ રૈયાણી ઉવ.૪૨ રહે. રાજનગર પંચાસર રોડ મોરબી, ધર્મેન્દ્રભાઇ ચતુરભાઇ ઉઘરેજા ઉવ.૩૪ રહે, ગોકુલ મથુરા મારુતી નંદન એપાર્ટમેન્ટ ફલેટ નં- ૧૦૧, કેનાલ રોડ મોરબી, ભાવેશભાઇ કેશવજીભાઇ ભીમાણી ઉવ.૩૬ રહે. ફલોરા ૧૧ સામે રવાપર ઘુનડા રોડ ગંગા એપાર્ટમેન્ટ ફલેટ નં- ૭૦૩ મોરબીવાળાને રોકડા રૂપીયા – ૩૨,૫૦,૦૦૦/- ના મુદામાલ સાથે પકડી પાડવામાં આવેલ છે.