મોરબીના રામધન આશ્રમ ખાતે ઋષિ પાંચમ નિમિતે બહેનો માટે સ્નાન અને ફરાળ સહિતના કાર્યક્રમો યોજાયા
બહોળી સંખ્યામાં બહેનોએ કુંડમાં સ્નાન કરી,પુજા ,સરબત ફરાળ સાથે ભજન અને ભોજનનો રમઝટ બોલાવી
મોરબી : મોરબીના મહેન્દ્રનગર પાસે આવેલ રામધન આશ્રમ ખાતે ઋષિ પાંચમ નિમિત્તે ફરાળ સાથે ભજન અને ભોજન સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા.
મોરબીના મહેન્દ્રનગર પાસે આવેલ સુપ્રસિધ્ધ રામધન આશ્રમ ખાતે આજે ઋષિ પાંચમ નિમિત્તે મોરબી તેમજ આજુ બાજુના ગામોની બહેનો માટે સ્નાન, પુજા, ફરાળ, અને સરબતની વ્યવસ્થા કરવામાં આવી હતી.જેનો બહોળી સંખ્યામાં બહેનોએ લાભ લીધો હતો.અને ભજન અને ભોજનની રમઝટ બોલાવી હતી.આ કાર્યક્રમમાં દિલીપભાઈ, મનસુખભાઇ, જેન્તીભાઇ, દેવકરણભાઇ, હેમાબેન, પ્રભાબેન, કાંતાબેન, રાજુભાઇ, વિનુભાઈ વગેરે સેવકોએ ભારે જહેમત ઉઠાવી હતી.તેમ મુકેશ ભગતની યાદીમાં જણાવેલ છે.