મોરબીના બંધુનગર નજીક નેશનલ હાઈવે પર ગમખ્વાર અકસ્માત : બેના મોત
મોરબી: મોરબીના બંધુનગર પાસે કાર અને આઈસર વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં ઘટના સ્થળે જ બે વ્યક્તિના મોત નિપજ્યા હતા.
મળતી માહિતી મુજબ મોરબીના બંધુનગર નજીક નેશનલ હાઈવે રોડ ઉપર આજે વહેલી સવારે આઈસર અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો જેમાં બે વ્યક્તિના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હોવાનુ જાણવા મળી રહ્યું છે.