યુ.એન.મહેતા આર્ટસ કોલેજના ભૂતપૂર્વ વિદ્યાર્થીએ PhD પૂર્ણ કરી
મોરબીની શ્રી યુ.એન મહેતા આર્ટસ કોલેજના ભૂતપૂર્વ વિદ્યાર્થી અને ચોટીલા તાલુકાના રાજપરા ગામના રતાભાઇ રવજીભાઈ રોજાસરા પીએચડી પુર્ણ કરી છે.
તેમણે યુ.એન.મહેતા આર્ટસ કોલેજમાં અર્થશાસ્ત્ર વિષય ઉપર સ્નાતક ડિગ્રી પ્રાપ્ત કરી હતી ત્યારબાદ તેઓ ઉચ્ચ અભ્યાસ માટે રાજકોટ ખાતે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં અર્થશાસ્ત્રમાં માસ્ટર ડિગ્રીનો અભ્યાસ કર્યો હતો. માસ્ટર ડિગ્રીનો અભ્યાસ પૂર્ણ થતા તેઓએ વિચાર કર્યો કે હું આગળનો અભ્યાસ કઈ દિશામાં કરું ત્યારબાદ તેમને વિચાર આવ્યો કે હું પીએચડી કરું પીએચડી તેઓએ અર્થશાસ્ત્રના સૂક્ષ્મ નાના ઉદ્યોગોને અનુલક્ષીને રાજકોટ જિલ્લાને પસંદ કરી ડો.રામ કે.વારોતરિયાના માર્ગદર્શન હેઠળ પીએચડી પૂર્ણ કરી છે. ત્યારે યુ.એન.મહેતા આર્ટસ કોલેજ તથા ચોટીલા પંથક અને કોળી સમાજનું ગૌરવ વધાર્યું છે. તે બદલ તેમણે શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે.