Wednesday, January 8, 2025

મોરબીના જોધપર પાસે બી.એડ. કોલેજમાં તમાકુના વ્યસન અંગે જાગૃતિ લાવવા ચિત્ર સ્પર્ધા યોજાઈ

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: લાલપર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને ડિસ્ટ્રિક ટોબેકો કંટ્રોલ સેલ મોરબીના સયુક્ત ઉપક્રમે આયુષ્યમાન આરોગ્ય મંદિર જોધપર (નદી) બી. એડ. કોલેજ ખાતે વિદ્યાર્થીઓમાં તમાકુના વ્યસન અંગે જાગૃતિ લાવવા ચિત્ર સ્પર્ધા તથા પ્રશ્ર્નોતરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં ૧૦૭ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.

મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. ડી બી મહેતા તથા ડો. દિપક બાવરવા (EMO) હની સૂચના થી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર લાલપરમાં મેડિકલ ઓફિસર ડો. રાધિકાબેન વડાવીયા મેડમના માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમ લાલપર આરોગ્ય કેન્દ્રના સુપરવાઇઝર (MPHS) દીપકભાઈ વ્યાસ તથા આયુષ્યમાન આરોગ્ય મંદિર જોધપર (નદી)ના કોમ્યૂનિટી હેલ્થ ઓફિસર સૈયદ મકસુદભાઈ એમ. , FHW_ સાહિસતાબેન ડેકાવડિયા MPHWતોફિકભાઇ બેલીમ તથા પ્રિન્સિપલ રજનીશ એચ. બરાસરા તથા શિક્ષકો દ્વારા પ્રોગ્રામને સફળ બનાવેલ.

પ્રથમ, દ્વિતીય અને તૃતીય વિજેતાઓને પ્રોત્સાહક ઈનામ આપવામાં આવેલ અને દરેક વિદ્યાર્થીઓને પ્રોત્સાહક ઇનામ તેમજ પ્રશ્નોતરીના વિજેતાઓને ઈનામ આપી પ્રોત્સાહિત કરેલ. વિદ્યાર્થીઓને પોતે વ્યસન મુક્ત રહેવા અને પોતાના પરિવારને વ્યસન મુક્ત બનાવવા તથા મારું ઘર, મારું શહેર, મારો જિલ્લો, મારું રાજ્ય તમાકુ મુક્તના સ્લોગન રાખવામા આવ્યા હતા તથા પાન્ડું રોગ( એનિમિયા) વિષે તથા પોષાક આહાર લેવા અંગેનો સંકલ્પ લેવા અનુરોધ કરવામાં આવ્યો હતો.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર