મોરબીના કાંન્તિનગરમા શેરીમાં ટેમ્પોએ હડફેટે લેતા ચાર વર્ષના બાળકનું મોત
મોરબી: મોરબીના સામા કાંઠે કાંન્તિનગરમા જુબેદ મસ્જીદ પાસે શેરીમાં ટેમ્પોએ હડફેટે લેતા ચાર વર્ષના માસૂમ બાળકનું ઘટનાસ્થળે મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મોરબીના સામા કાંઠે કાંન્તિનગરમા જુબેદ મસ્જીદ પાસે વસુંધરા હોટલની પાછળ રહેતા યુનુશભાઈ જુમ્માભાઈ અજમેરી (ઉ.વ.૬૧) એ આરોપી અશોક લેલન કંપનીની ટેમ્પો રજીસ્ટર નંબર -જીજે-૩૬-વી-૩૯૪૧ ના ચાલક વિરુદ્ધ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદીનો ચાર વર્ષનો પૌત્ર અનશ બપોરના સમયે કાંન્તિનગરમા શેરીમાં ચાલતો જતો હતો તે વખતે એક અશકો લેલન કંપનીની (બડા દોસ્ત) ટેમ્પો પુર ઝડપે અને ગફલતભરી રીતે ચલાવી ફરીયાદીના પૌત્ર હડફેટે લેતા માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા અનશનુ મોત નિપજ્યું હતું. જેથી આ બનાવ અંગે યુનુશભાઈએ આરોપી ટેમ્પો ચાલક વિરુદ્ધ ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.