Saturday, January 11, 2025

ખુનના ગુનામાં છેલ્લા નવ વર્ષથી નાસતો ફરતો ઈસમ મધ્યપ્રદેશથી ઝડપાયો 

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: મોરબી તાલુકા પોલીસ સ્ટેશન તથા સુરેન્દ્રનગરના ચોટીલા પોલીસ સ્ટેશનના બે અલગ અલગ ખુનના ગુન્હામાં છેલ્લા નવ વર્ષથી નાસતા ફરતા ઈસમને મધ્યપ્રદેશના જાબુઆ જીલ્લા ખાતેથી મોરબી પેરોલ ફર્લો સ્કવોડની ટીમે ઝડપી પાડયો છે.

મોરબી જિલ્લાના નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવા પ્રયત્નશીલ હોય તે દરમ્યાન મોરબી પેરોલ ફર્લો સ્કવોડને સંયુક્તમા ખાનગીરાહે બાતમી મળેલ કે, મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં આઇ.પી.સી કલમ- ૩૦૨, ૩૨૩, ૧૧૪ જી.પી.એકટ ૧૩૫ તથા સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા પોલીસ સ્ટેશનમાં આઇ.પી.સી. કલમ ૩૦૨, ૪૦૪ મુજબના ગુન્હામાં નાસતો ફરતો આરોપી રાજેશ પુજીયા ભુરીયા રહે. કુશલપુરા ગામ તા.જી. જાબુંઆ (એમ.પી.) વાળો હાલે જાબુંઆ ખાતે હોવાની બાતમી મળતા તુરંત જ પેરોલ ફર્લો સ્કવોડપો સ્ટાફ બાતમીવાળી જગ્યાએ જઇ તપાસ કરતા ખુનના ગુન્હામાં નાસતો ફરતો આરોપી રાજેશ પુજીયા ભુરીયા /બસોડ ઉવ.૩૫ રહે. કુશલપુરા ગામ માલ ફળીયુ તા.જી.જાબુંઆ (એમ.પી.) વાળો આઝાદ ચોક જાબુંઆ ગ્રામીણ બેંકની સામેથી મળી આવતા આરોપીને મોરબી પેરોલ ફર્લો સ્કવોડ ની કચેરી ખાતે લાવી બી.એન.એન.એસ. કલમ ૩૫(૨)જે મુજબના ગુન્હામાં અટક કરી આગળની ઘટીત કાર્યવાહી અર્થે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનને સોપી આપેલ છે.

મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના તથા સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા પોલીસ સ્ટેશનના એમ બે અલગ-અલગ ખુંનના ગુન્હામાં છેલ્લા ૯ વર્ષથી નાસતા ફરતા આરોપીને પકડી પાડવામાં મોરબી જિલ્લા પેરોલ ફર્લો સ્કવોડની ટીમને સફળતા મળેલ છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર