Saturday, January 11, 2025

હળવદના પત્રકાર સહિત બે લોકોની કેમીકલ ચોરીમાં ધરપકડ

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

હળવદ: હળવદમાં કેમિકલ ચોરીના ગુનામાં હળવદ બ્રેકીંગ ન્યુઝ ના પત્રકાર સહિત બે આરોપીને હળવદ પોલીસે ઝડપી પાડયા છે.

હળવદ પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદી લલીતભાઈ સાંઈબાબા બીરારીસ ઉ.વ. ૩૨ ધંધો. નોકરી રહે. મ.નં. ૯૪, હરિઓમ સોસાયટી, ગામ કીડાણા, તા. ગાંધીધામ, જિ. કચ્છ મુળ વતન નવકાર નગર ગામ સાકરી તા. સાકરી, જિલ્લો. ધૂલીયા, મહારાષ્ટ્ર વાળાએ પોતાનું એનાલીન કેમિકલ ચોરી અંગે ફરીયાદ આપતા હળવદ પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધવામાં આવેલ જે ગુનામાં આગઉ આરોપીઓ (૧) અમીતભાઇ દિનેશભાઇ નીનામા રહે. અમદાવાદ નારોલ રાણીપુર ગામ અમદાવાદ તથા (૨) હરેશભાઇ મયાભાઇ ગોલતર રહે અમદાવાદ નારોલ રાણીપુર ગામ, ભરવાડ વાસ અમદાવાદ તથા (૩) કાળુભાઇ ઉર્ફે ગડો કેશાભાઇ દેથરીયા રહે હળવદ જી.આઇ.ડી.સી. વિસ્તાર તા. હળવદ વાળાને પકડી ધોરણસર કાર્યવાહી કરેલ છે. ત્યારબાદ આ ગુનામાં વધુ તપાસ દરમ્યાન સંડોવાયેલ વધુ બે આરોપી મેહુલભાઇ મસરૂભાઇ દોરાલા ઉ.વ.૩૧ ધંધો-પત્રકાર રહે સરંભડા હાલ રહે હળવદ સુનીલનગર તા. હળવદ, તથા બળદેવભાઇ શંકરભાઇ દોરાલા ઉ.વ. ૩૪ ધંધો-પશુપાલન રહે. રાણેકપર ગામ, તા. હળવદ વાળાની અટક કરી ધોરણસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર