Sunday, January 12, 2025

વિદ્યાભારતી દ્વારકા વિભાગનો સંસ્કૃતિ મહોત્સવ શિશુમંદિર વિભાપર સ્થાન પર યોજાયો

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ સંલગ્ન દ્વારકા વિભાગ કક્ષાનો સંસ્કૃતિ મહોત્સવ યોજાઈ ગયો. જેમાં સંસ્કૃતિ જ્ઞાન પ્રશ્નમંચ, શીઘ્ર વકૃત્વ,કથા કથન, રાસ તેમજ માટીકલા જેવી કૃતિઓ યોજાઈ. સૌ પ્રથમ દિપ પ્રાગટ્ય, વંદના, અતિથિ પરિચય સ્વાગત, અતિથિ ઉદબોધન તેમજ નૃત્ય દ્વારા સંસ્કૃતિ મહોત્સવની શરૂઆત કરવામાં આવી. ત્યારબાદ શિશુ, બાલ તેમજ કિશોર ટીમનો પ્રશ્નમંચ શરૂ થયો. 

જેમાં સરસ્વતી શિશુમંદિર-શકત શનાળા (મોરબી) ના વિદ્યાર્થીઓ સંસ્કૃતિ જ્ઞાન પ્રશ્નમંચમાં શિશુ વર્ગ, બાલ વર્ગ અને કિશોર વર્ગ ત્રણેય ટીમે પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરેલ છે. વાર્તાકથનમાં શિશુ વર્ગ અને બાલ વર્ગ પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરેલ છે. મૃતિકલામાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરેલ છે અને લોક નૃત્યમાં પણ પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરેલ છે.

જેમાં મુખ્ય અતિથિ તરીકે હિતુભા વાળા જેઓ જામનગર શહેરના યુવા અને સાંસ્કૃતિક વિભાગના અધિકારી છે. તેમને પ્રાસંગિક પ્રવચન આપ્યું હતું. વિદ્યાર્થીઓએ પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું. બપોરે સમાપન રહ્યું. જેમાં મુખ્ય અતિથિ તરીકે દ્વારકા વિભાગના ઉપાધ્યકક્ષ તેમજ જામનગર ના ટ્રસ્ટી ભાવિનભાઈ શાહ ઉપસ્થિત રહ્યા હતા. તેમને વિદ્યાર્થીઓને શિલ્ડ આપી પ્રોત્સાહિત કર્યા હતા. આ કાર્યક્રમના સંયોજક જયશ્રી બહેન મણવર (દ્વારકા વિભાગ સહ સંયોજક) હતા.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર