મોરબીના ઘુંટૂ તથા ટીંબડી ગામની સીમમાંથી બે બીનવારસી બાઈક મળ્યા
મોરબી: મોરબીના ઘુંટૂ ગામ તથા ટીંબડી ગામની સીમમાંથી બે બીનવારસી મોટરસાયકલ મોરબી તાલુકા પોલીસને મળી આવ્યા હતા.
મળતી માહિતી મુજબ મોરબી જીલ્લામાંથી બાઈક ચોરી કરી નાશી જતા હોય અને પછી બાઈક જ્યાં આવે ત્યાં મુકી દેતા હોય છે ત્યારે મોરબી તાલુકાના ઘુંટુ ગામની સીમમાં હીરો કંપનીનુ સ્પ્લેન્ડર પ્લસ મોટરસાઇકલ જેની કિંમત રૂ.૯૦૦૦ તથા ટીંબડી ગામની સીમમાંથી હીરો હોન્ડા કંપનીનું પેશન પ્રો મોટરસાયકલ જેની કિંમત રૂ. ૧૦,૦૦૦ વાળુ મળી કુલ બે બીનવારસી મોટરસાયકલ મોરબી તાલુકા પોલીસને મળી આવતા પોલીસે તપાસ હાથ ધરી છે.