માળીયાના રાસંગપર અને નવાગામે જમીન ધોવાણનુ વળતર ચુકવવા કલેક્ટરને રજૂઆત
માળીયા (મી) : ભારે વરસાદના કારણે મચ્છુ ડેમના દરવાજા ખોલતા માળીયા તાલુકાના રાસંગપર તથા નવાગામ ગામે ખેતરો ધોવાણ થયેલ હોવાથી ખેતર ધોવાણનુ અલગથી સર્વે હાથ ધરવા માળીયાના રાસંગપર તથા નવાગામ ગ્રામ પંચાયતના સરપંચો દ્વારા મોરબી – માળિયા ધારાસભ્ય તથા જીલ્લા વિકાસ અધિકારી ખેતીવાડી તેમજ મોરબી જીલ્લા કલેકટરને લેખિત રજૂઆત કરી છે.
માળીયા તાલુકાના રાસંગપર તથા નવાગામ ગ્રામ પંચાયતના સરપંચ દ્વારા ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, જીલ્લા વિકાસ અધિકારી ખેતીવાડી શાખા તથા મોરબી જીલ્લા કલેકટરને લેખિત રજૂઆત કરી જણાવ્યું હતું કે મચ્છુ ડેમના દરવાજા ખોલતા મચ્છુ નદીનું પાણી માળિયાના રાસંગપર તથા નવાગામ ગામની સીમમાં ઘુસી જતા પાણીના પ્રવાહના કારણે જમીનમાં મોટા પાયે ધોવાણ થયેલ છે હાલ પાક નીષ્ફળ સર્વે ચાલું થયું છે પરંતુ રાસંગપર અને નવાગામ ગામે પાક નીષ્ફળ ગયેલ છે સાથે જમીનનું ધોવાણ થયેલ છે માટે પાક નીષ્ફળ સર્વે સાથે જમીન ધોવાણ સર્વે ચાલુ કરવા રજુઆત કરી છે.