Sunday, November 17, 2024

વિરબાઈમાં માનવ સેવા ગ્રુપ દ્વારા મોરબી સિવિલ હોસ્પિટલમાં દર્દીઓને જમાડ્યા 

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: વિરબાઈમાં માનવ સેવા ગ્રુપ દ્વારા મોરબી સિવિલ હોસ્પિટલમાં દર્દીઓને રાજગરાની ફરાળીપુરી, બટેટાની સૂકી ભાજી અને ડાયફ્રૂટ, શિખંડ જમાડવામાં આવ્યા હતા. 

આ વિરબાઈમાં માનવ સેવા તથા ગૌ સેવા ના નામે ચાલતી 2018 થી મોરબીમાં સેવાકીય પ્રવૃત્તિ કરતા આવી રહ્યા છે.

જેમાં મોરબીમાં કોઈ પણ પ્રસંગમાં વધેલું જમવાનું સાથે ઘરે ઘરે જયને નહીં જોઈતા કપડાં બુટ ચપ્પલ પુસ્તકો કે અન્ય કોઈ વસ્તુઓ એકત્રિત કરી જરૂરિયાત મંદ લોકો સુધી પહોંચાડવામાં આવે છે સાથે છેલ્લા 9 મહિના મોરબીના સિવિલ હોસ્પિટલમાં દાતાના સહયોગથી સાંજે વિના મૂલ્યે કઢી ખીચડી જમાડવામાં આવે છે સાથે દાતા માલાબેન જીતેન્દ્રભાઈ કક્કડના સયહોગથી આખો શ્રIવણ મહિનો મોરબીના સિવિલ હોસ્પિટલમાં બપોરે ફરાળ સાથે દરરોજ અલગ અલગ મીઠાઈ જેમકે બાસુંદી, ટોપરા પાક, ગુલાબપાક, દૂધીનો હલવો, ગુલાબજાંબુ, શિખંડ બ્રિજ લાડુ વગેરે વાનગીઓ સાથે પેટીસ અને સાંજે કઢી ખિચડી જમાડવામાં આવ્યા.

તેમજ મોરબી સિવિલ હોસ્પિટલમાં દર્દીઓને રાજગરiની ફરાળીપુરી, બટેટાની સૂકી ભાજી અને ડાયફ્રૂટ શિખંડ જમાડવામાં આવ્યા આ કાર્ય માં વિરબાઈમાં ગ્રુપના બહેનો જયશ્રી બેન વાઘેલા, મીરા બેન ગૌસ્વામી ભાનુબેન મજેડીયા, સરલાબેન રાચ્છ, જસવંતી બેન સોનગરા મીરા દવે, જ્યારે ભૂમિ કક્કડ દ્વારા આ તમામ રસોઈ બનાવીને સેવાના કાર્યમાં સહભાગી બન્યા હતા તેમજ આ સમગ્ર આયોજન અલ્પાબેન કકકડ દ્વારા કરવામાં આવ્યું હતુ.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર