મોરબી: પ્રોહીબિશનના ગુનામાં સંડોવાયેલા ઈસમને પાસા તળે ડીટેઈન કરી સુરત જેલ હવાલે કરાયો
મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં તથા માળિયા (મી) પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહીબિશનના ગુનામાં સંડોવાયેલા ઈસમને પાસા તળે ડીટેઈન કરી સુરત જેલ હવાલે કરવામાં આવ્યો છે.
મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશન તથા માળીયા મિ. પોલીસ સ્ટેશન વિસ્તારમાં ડુપ્લીકેટ ઇંગ્લીશ દારૂનો જથ્થો પકડી પાડેલ હોય જે પ્રોહીબીશનના ગુન્હામાં સંડોવાયેલ ઇસમ સામે પાસા દરખાસ્ત તૈયાર કરી મોરબી જીલ્લા મેજિસ્ટ્રેટ તરફ મોકલતા જીલ્લા મેજિસ્ટ્રેટ મોરબીનાઓએ પ્રોહીબિશનના ગુનામાં સંડોવાયેલ આરોપી કીશનભાઇ ઉર્ફે કાનો અશોકભાઇ પાટડીયા રહે. હાલ નાની વાવડી ગામ ભુમિટાવર સામે તા.જી.મોરબી વાળાનું પાસા વોરંટ ઇશ્યુ કરેલ હોય, જે ઇસમની સત્વરે અટકાયત કરવા માટે મોરબી એલ.સી.બી તથા પેરોલ ફર્લો સ્કોડ, મોરબીનાઓ સાથે પોલીસ ટીમ બનાવી સામાવાળા કીશનભાઇ ઉર્ફે કાનો અશોકભાઇ પાટડીયા ઉ.વ. ૨૬ રહે. હાલ નાની વાવડી ગામ ભુમિટાવર સામે તા.જી. મોરબી મુળ રહે. રાજકોટ, બાપુનગર મેઇન રોડ, જિલ્લા ગાર્ડન રોડ, રાજકોટ વાળાને પાસા એકટ તળે ડીટેઇન કરી લાજપોર મધ્યસ્થ જેલ સુરત ખાતે મોકલી આપેલ છે.