મોરબીમાં ખુંટીયા પકડવાની કામગીરીનું સુરસુરિયું
મોરબી શહેરમાં જ્યાં નઝર કરો વૃષભ રાજ પોતાનું રાજ કરીને બેઠા છે અને બીજી તરફ મોરબી નગરપાલિકાના કર્મચારીઓ એક બે વખત ખુટીંયા પકડી પોતાની કામગીરીથી સસ્તી પ્રસિદ્ધિ મેળવી રહ્યા છે ત્યારે હાલ તમે મોરબીમા કોઈપણ રસ્તા પર નીકળો તો ખુટીંયા જ જોવા મળે છે ત્યારે નગરપાલિકાના કર્મચારીઓની કામગીરીનું સુરસુરિયું થઈ ગયું હોય તેવુ લાગી રહ્યુ છે.
મોરબીમાં થોડા દિવસ પહેલા નગરપાલિકા દ્વારા ખુંટીયા પકડવા માટે કર્મચારીઓની એક ટીમ બનાવી હતી. તેમજ ધારાસભ્ય દ્વારા આગામી દિવસોમાં મોરબી ખુંટીયા મુક્ત બનશે તેવી મોટી મોટી વાતો કરી હતી. તેમજ નગરપાલિકાના કર્મચારીઓ દ્વારા પહેલા ખાનગી વ્યક્તિની બે ભેંસો પકડી દંડ વસૂલ કર્યો હતો અને સસ્તી પ્રસિદ્ધિ મેળવવા તેનું ફોટો સેશન કર્યું હતું ત્યારબાદ વધુ ૧૧ જેટલા ખુંટીયા પાલીકા દ્વારા પકડવામાં આવ્યા હતા અને ત્યારબાદ જાણે પાલીકાની ખુંટીયા પકડવાની કામગીરીનું સુરસુરિયું થઈ ગયું છે.
હાલ મોરબીમાં પાલીકાની ખુંટીયા પકડવાની કામગીરી ક્યાંય દેખાઈ રહી નથી મોરબીના તમામ રોડ રસ્તાઓ અને શેરીઓમાં ખુંટીયા લટારૂ મારતા જોવા મળી રહ્ય છે ત્યારે ક્યાં ગયા એ ધારાસભ્ય અને નગરપાલિકાના અધિકારીઓ જે મીંટીગ દરમિયાન ખુંટીયા પકડવાની વાતો કરતા હતા અને મોરબીની પ્રજાને ખોટા દિલાસા આપ્યા હતા. ત્યારે જોઈએ શું આવનાર દિવસોમાં ફરી પાલીકા દ્વારા ખુંટીયા પકડવાની કામગીરી હાથ ધરવામાં આવશે કે પછી આવી જ રીતે દશ – બાર ખુંટીયા પકડી કામગીરી બંધ કર દેવામાં આવશે.?