Monday, November 18, 2024

દર વર્ષની જેમ આ વર્ષે પણ નેશનલ હાઇવે ઓથોરિટીને પાપે મકનસર અને બંધુનગર પાસે પાણી ભરાયાં

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મકનસર અને બંધુનગરના ગ્રામજનો દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી અવાર-નવાર રજૂઆત કરવામાં આવે છે કે ચોમાસાના વરસાદથી ગામમાં આવન- જાવન બંધ થઈ જાય છે જેની અનેક રજૂઆત નેશનલ હાઇવે ઓથોરિટીને કરી છે પણ તેને આ સમસ્યા દૂર કરવામાં જરાય રસ નથી દેખાતો.

આ સમસ્યાનો ઉકેલ ગ્રામજનો એ અનેક વખત તેમને બતાવ્યો પણ માત્ર હા વરસાદ બંધ થાય પછી કરી નાખી એવો જ લોલીપોપ કેટલા વર્ષોથી આપે છે. દર વર્ષે અનેક રાહદારી અહી મોટો ખાડો પડી જવાથી પડી જતાં હોય છે પણ તંત્ર કોઈનો જીવ લેવાની રાહ જોઈ રહ્યું એવું લાગી રહ્યું છે. આ સમસ્યાની રજૂઆત વર્તમાન ધારાસભ્યને પણ કરી છે તેમને પણ તેમાં જરાય રસ નથી દાખવ્યો નથી. સવાલ એ છે કે આટલો મોટો ટોલ ટેકસ ઉઘરાવવા છતાં તે કેમ કામ નથી કરતું ? શું તેને માત્ર ટોલટેક્ષ ઉઘરાવવામાં જ રસ છે ? મકનસર અને બંધુનગરના ગ્રામજનોની વ્યથા એ છે કે હવે રજૂઆત કોને અને કેટલી વખત કરવી તેઓ પણ રજૂઆત કરી કરી કંટાળી ગયા છે પણ તંત્રનું પાણી નથી હલતું જો આ સમસ્યા નો અંત નહિ આવે તો ગ્રામજનો દ્વારા ઉગ્ર આંદોલન કરી અને રસ્તા પર ઉતરવાની ચિમકી ઉચ્ચારી હતી.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર