Sunday, November 17, 2024

યુવા શક્તિ ગ્રુપ દ્વારા બ્લડની તાત્કાલિક જરૂરીયાત પૂર્ણ કરાઈ

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી : સમગ્ર મોરબી જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી ભારે વરસાદ ને પગલે ચારે તરફ પાણી ભરાઈ જતાં વાહન વ્યવહાર સાથે લોકોને જીવન જરૂરીયાત વસ્તુઓ મેળવવા માટે પણ હાલાકી નો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે મોરબી ની એકમાત્ર સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે આવેલા દર્દીઓની સારવાર માટે પણ બ્લડની સોર્ટેજ ઉભી થવા પામી હતી

જે પુરી કરવા માટે થયને આવા વરસાદી માહોલમાં મા બ્લડ‌ ડોનેશન કેમ્પ પણ શક્ય ન હોય જેને ધ્યાનમાં રાખીને હોસ્પિટલ પ્રસાશન દ્વારા યુવા શક્તિ ગ્રુપનો સંપર્ક કરવામાં આવ્યો હતો. જેથી યુવા શક્તિ ગ્રુપના‌ સભ્યો દ્વારા તાત્કાલિક સરકારી હોસ્પિટલમાં જઈને ૧૫ થી વધુ બોટલ બ્લડની જરૂરિયાત પૂરી પાડવામાં આવી હતી તેમજ યુવા શક્તિ ગ્રુપ દ્વારા દિવસરાત સ્ટેન્ડ બાય રહી અવિરતપણે આ સેવા ચાલુ રહેશે. કોઈપણ બ્લડની ઈમરજન્સી જરૂરીયાત માટે ગ્રુપના હેલ્પલાઇન નંબર ૯૩૪૯૩ ૯૩૬૯૩ પર સંપર્ક કરવામાં જણાવવામાં આવ્યું છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર