રીયલ સેરા ગ્રુપ દ્વારા માળીયાના પૂરગ્રસ્ત વિસ્તારોમાં અને વૃદ્ધાશ્રમમાં 400થી વધુ ફુડ પેકેટ વિતરણ કરાયાં
મોરબી: મોરબી જિલ્લામાં ભારે વરસાદે તારાજી સર્જી છે ત્યારે માળીયાના પૂરગ્રસ્ત વિસ્તારોમાં અને રાસંગપર વૃદ્ધાશ્રમમાં રીયલ સેરા ગ્રુપ દ્વારા ૪૦૦ વધું ફુડ પેકેટ વિતરણ કરવામાં આવ્યા હતા.
રાજ્યમાં હવામાન વિભાગની આગાહી મુજબ છેલ્લા ચાર દિવસથી મોરબી જિલ્લામાં અવિરત વરસાદ પડી રહ્યો છે ત્યારે હાલ લોકોને જીવન જરૂરિ ખાધ ચિજ વસ્તુઓ લેવા જવામાં ભારે હાલાકી ભોગવવી પડી રહી છે ત્યારે હર હંમેશ મોરબી જીલ્લામા આફતના સમયે લોકોની મદદ માટે તૈયાર રહેતું રીયલ સેરા ગ્રુપ ભાવેશભાઈ મારવાંનીયા, નયનભાઈ મારવાંનીયા (રાજપર) તથા યુવા આગેવાન પંકજભાઈ રાનસરીયા, શુકન ગોલ્ડ એપાર્ટમેન્ટના ધવલભાઈ, મેહુલભાઈ, વિશાલભાઈ દ્વારા રાસંગપર વૃદ્ધાશ્રમમાં તથા માળિયા શહેના પૂરગ્રસ્ત જુદા જુદા વિસ્તારોમાં ૪૦૦ થી વધુ ફુડ પેકેટનુ વિતરણ કરવામાં આવ્યું હતું.