મોરબી: મોરબી જીલ્લામાં છેલ્લા બે દિવસથી ભારેથી અતિભારે વરસાદ વર્ષી રહ્યો છે ત્યારે હંમેશા સેવાકિય પ્રવૃત્તિ સાથે જોડાયેલ બીપીનભાઈ પ્રજાપતિ તથા ધર્મેન્દ્રભાઇ બારેયા દ્વારા ફક્ત ચાર જ કલાકમાં પૂરગ્રસ્ત વિસ્તારોમાં ૨૦૦૦ ફુડ પેકેટ તૈયાર કરી વિતરણ કરવામાં આવ્યા છે.
ટંકારા ખાતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સેવક દ્વારા ૫૦૦ જેટલા ફુડ પેકેટ પેકીંગ કરાવ્યા હતા. હંમેશા કુદરતી આફત તેમજ માનવસર્જિત આફત સમયે બિપીનભાઈ પ્રજાપતિ તેમજ મોરબી વરીયા પ્રજાપતિ સેવા પ્રદાન કરવામાં આવે છે ત્યારે આજે મોરબી જિલ્લામાં કુદરતી આફતના સમયે ફક્ત ચાર જ કલાકમાં બે હજાર ફુડ પેકેટ તૈયાર કરી સેવા આપી હતી.
બેઠકમાં બાળકોનું રસીકરણ, તાલુકા-ગ્રામ્ય કક્ષાએ ઓપીડી અને ડેટા એન્ટ્રી સહિત વિવિધ મુદ્દાઓની ચર્ચા-વિચારણા કરવામાં આવી
મોરબી જિલ્લા કલેકટર કે.બી.ઝવેરીના અધ્યક્ષસ્થાને ડીસ્ટ્રીકટ ટાસ્ક ફોર્સ ફોર ઇમ્યુનાઇઝેશનની સમીક્ષા બેઠક યોજાઈ હતી. ગત તારીખ ૨૩/૧૨/૨૦૨૪ ના રોજ કલેકટર કચેરીના સભાખંડમાં આયોજિત આ બેઠકમાં મોરબી જિલ્લામાં થયેલી રસીકરણની કામગીરી અને અન્ય આરોગ્યલક્ષી કામગીરી વિશે...
મોરબી નગરપાલિકા દ્વારા શિવાની સીઝન સેન્ટરથી નવયુગ ગારમેન્ટ (તખ્તસિંહજી) રોડ નવો બનાવવાનો હોય આ રોડ પરના વાહન વ્યવહારને અન્ય રોડ પર ડાયવર્ઝન આપવા અંગેનું જાહેરનામું અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ એસ.જે.ખાચર, મોરબી દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.
જાહેરનામામાં જણાવ્યા અનુસાર, આ રૂટ પર નવો રોડ બનાવવાની કામગીરી કરવા માટે વાહનોની આવન- જાવન...
યોગ નિર્દેશન, પ્રકૃતિ પરીક્ષણ, આયુર્વેદિક રેસીપી, પંચકર્મ સારવાર, અમૃતપેય વિતરણ સહિત વિવિધ આકર્ષણો ઉપલબ્ધ બનશે
આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ- રાજ્ય સરકાર, નિયામક, આયુષની કચેરી- ગાંધીનગર અને જિલ્લા પંચાયત મોરબીના માર્ગદર્શન અનુસાર આયુર્વેદ શાખા દ્વારા આયુષ મેળાનું આયોજન કરવામાં આવેલ છે. આગામી તારીખ ૨૭ અને ૨૮ ડિસેમ્બરના રોજ ઉમા હોલ,...