Monday, December 23, 2024

ટંકારાના તિલકનગરમા ત્રણ મહિલા પર ચાર શખ્સોનો ધોકા, ધાર્યા વડે હુમલો

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

ટંકારા: ટંકારાના તીલકનગરમા મહિલાઓ શેરીમાં બેઠા હોય તે વખતે ત્રણ શખ્સો ત્યાંથી ગાળો બોલતા નીકળતા મહિલાઓએ ગાળો બોલવાની ના પાડતાં ઉશ્કેરાયેલા ચાર શખ્સોએ ત્રણે મહિલાઓને ધોકા, ધાર્યા વડે ઈજા કરી જાનથી મારી નાંખવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ રાજકોટ કોઠારીયા રોડ કનૈયા ચોક રામજી મંદિર પાસે રહેતા જશુબેન લખનભાઇ સોઢા (ઉ.વ.૩૪) એ આરોપી નવધણભાઈ નવીનભાઈ ગોહિલ, કાનો નવીનભાઈ ગોહિલ, ભોલો કાનાભાઈ ગોહિલ, મનસુખભાઇ નવીનભાઈ ગોહિલ રહે. બધા તીલકનગર ટંકારાવાળા વિરુદ્ધ ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદીના ભાઇ દિનેશભાઇને અગાઉ આરોપીઓ સાથે ઝધડો થતા ફરીયાદ કરેલ હોય જેનો ખાર રાખી ફરીયાદી તથા સાહેદો શેરીમા બેઠા હોય તે વખતે આરોપીઓ ત્યાં ગાળો બોલતા બોલતા નીકળતા જડીબેનએ ગાળો બોલવાનીના પાડતા આરોપીઓને સારૂ નહી લાગતા એકદમ ઉશ્કેરાઇ જઇ આરોપી નવધણભાઈએ ફરીયાદી તથા સાથી જડીબેનને લાકડાના ધોકકા વડે શરીરે માર મારી ઇજા કરી તથા આરોપી ભોલોએ જડીબેનને માથાના ભાગે ધારીયાનો ધા મારી ટાંકા આવે તેવી ઇજા કરી તથા માનુબેનને આરોપી કાનાએ માથાના ભાગે લાકડાના ધોકકા વડે માર મારતા ટાંકા આવે તેવી ઇજા કરી તથા આરોપી મનસુખભાઇએ ફરીયાદી તથા સાથીઓને ગાળો આપી તથા આરોપીઓએ ફરીયાદી તથા સાથીઓને મારી નાખવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર