અતિભારે વરસાદના કારણે હાઈવે પર ફસાયેલ ટ્રકચાલકોને પણ RSS ની મોરબી તાલુકા ટીમે ફૂડપેકેટ વિતરણ કર્યાં
મોરબી જિલ્લામાં છેલ્લા ત્રણેક દિવસથી વરસી રહેલા ભારે વરસાદને પગલે અનેક ગામો સંપર્કવિહોણા બન્યા છે અને અનેક વિસ્તારોમાં પાણી ઘૂસી ગયા છે ત્યારે મોરબી તાલુકાના છેવાડાના અસરગ્રસ્ત ગામોમાં તેમજ અતિભારે વરસાદને પગલે હાઈવે પર ફસાયેલ ટ્રકચાલકોને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની મોરબી તાલુકા ટીમે ૮૦૦ થી વધુ ફૂડપેકેટનું વિતરણ કર્યુ હતું.
મોરબી – માળિયા તાલુકાના છેવાડાના ગામો ચીખલી, સુલતાનપુર, માણાબા, ખીરઈ અને સાદુળકા સહિતના અન્ય ગામો જે અતિભારે વરસાદને પગલે સંપર્કવિહોણા બન્યા છે તે ગામોમાં તેમજ મોરબી કચ્છ હાઇવે બંધ હોવાના કારણે હાઇવે પર ફસાયેલ ટ્રકચાલકોને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની મોરબી તાલુકા ટીમ દ્વારા ૮૦૦ થી વધુ ફૂડપેકેટ તૈયાર કરીને વિતરણ કરવામાં આવ્યું હતું.
પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના માર્ગદર્શન અનુસાર ભૂતપૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેઈજીના જન્મદિવસને સુસાશન દિવસ તરીકે મનાવવામાં આવે છે. જે અનુસાર રાજ્ય સરકાર દ્વારા તારીખ ૧૯ થી ૨૫ ડિસેમ્બર સુધી સુસાશન સપ્તાહની સમગ્ર રાજ્યમાં ઉજવણી કરવામાં આવી રહી છે. આ ઉજવણીનો ઉદ્દેશ્ય એ છે કે નાગરિકોના પ્રશ્નો કે જેનું નિરાકરણ બાકી...
માળીયા (મીં): શ્રી મોટા દહિંસરા તાલુકાશાળા તથા ગૃપશાળામાંથી બદલી પામેલ આઠ જેટલા શિક્ષકોનો સનાતન હોટલ બરવાળા ખાતે વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમના મુખ્ય આયોજક અભિજ્ઞાબેન કાંજિયા તેમજ બદલી પામેલ તમામ શિક્ષકો તરફથી ગૃપના તમામ શિક્ષકોને લેધરબેગ તેમજ માળિયા (મિં)તાલુકા શિક્ષણશાખાને એરકુલર ભેટ આપવામાં આવેલ તથા ગૃપના...