Friday, September 20, 2024

મોરબીમાં ભારે વરસાદ વચ્ચે સેવાની સરવાણી વહાવતું જય અંબે ગ્રુપ 

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબીમા ભારે વરસાદને કારણે સ્થળાંતરિત કરાયેલ લોકો માટે જય અંબે ગ્રૂપ મોરબી દ્વારા રસોડું ચાલુ કરાયું 

મોરબી: સમગ્ર ગુજરાતમાં હવામાન વિભાગની આગાહીના પગલે ભારેથી અતિભારે વરસાદ વર્ષી રહ્યો છે ત્યારે મોરબી જિલ્લામાં કુદરતી પ્રકોપના કારણે અનેક લોકો સ્થળાંતરિત કરવામાં આવ્યા છે જે સ્થળાંતરિત કરાયેલ લોકો આરામથી જમી શકે તે માટે મોરબીમાં જય અંબે ગ્રુપ દ્વારા રસોડું ચાલુ કરી જમવાની વ્યવસ્થા કરવામાં આવી છે.

મોરબી જિલ્લામા જ્યારે કુદરતી આફત આવે ત્યારે હંમેશા મોરબીની પ્રજાના પડખે જય અંબે ગ્રુપ ખડે પગે રહે છે. ત્યારે હરહંમેશની જેમ આજે પણ મોરબીમાં અતિવૃષ્ટિના પ્રકોપના કારણે સ્થળાંતરીત કરેલ લોકોમાં કોઈપણ વ્યક્તિ ભૂખ્યો ના રહે તેની હરહંમેશ ચિંતા કરતા જીગ્નેશભાઈ કૈલા અને તેમના જય અંબે સેવા ગ્રૂપ દ્વારા આજે સ્થળાંતરીત લોકોને આરામથી જમી શકે એવી વ્યવસ્થા કરવામાં આવી છે તથા જ્યાંસુધી કુદરતનો આ કહેર બંધના થઈ ત્યાંસુધી મોરબીમાં સ્થળાંતરિત થયેલ એકપણ વ્યક્તિ ભૂખ્યોના સુવે તેના સંકલ્પ સાથે મોરબી જિલ્લા વહીવટી તંત્ર સાથે સંકલન કરીને મોરબીમાં જય અંબે સેવા ગ્રૂપ દ્વારા રસોડું ચાલુ કરી લોકોને જમાડવામાં આવી રહ્યા છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર