મોરબી જીલ્લા પ્રભારી મંત્રી પ્રફુલ્લભાઈ પાનસેરિયા મોરબીની મુલાકાતે
ઉપરવાસના ભારે વરસાદને લઈને મચ્છુ 1 ઓવરફ્લો, મચ્છુ 2 માં પાણીની અકલ્પનિય આવક અને પાણી છોડતા ગ્રામ્ય વિસ્તારમાં થયેલી તારાજી, શહેરમાં નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાતા પડેલી તકલીફોની સમીક્ષા કરવા માટે આવશે.
ગુજરાત સરકારના શિક્ષણ મંત્રી અને મોરબી જીલ્લાના પ્રભારી મંત્રી પ્રફુલ્લભાઈ પાનસેરિયા આજે તા. 27.08.2024 મંગળવારના રોજ રાત્રે 9.00 કલાકે મોરબીની તાકીદની મુલાકાતે આવી રહ્યા છે અને જીલ્લા વહીવટી તંત્ર સાથે મિટિંગ કરશે.