મોરબીમાં જુગાર રમતા દશ ઈસમો ઝડપાયા
મોરબી: મોરબીના રવાપર ગામ ગોલ્ડન માર્કેટ સામે શુભમ એપાર્ટમેન્ટ ફ્લેટ નં -૨૦૧મા રહેતા આરોપીના રહેણાંક મકાનમા તીનપત્તીનો જુગાર રમતા દશ ઈસમોને મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડયા છે.
મળતી માહિતી મુજબ મોરબી સિટી એ ડિવિઝન પોલીસ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન પોલીસને મળેલ બાતમીના આધારે બાતમીવાળી જગ્યાએ રેઇડ કરતા મોરબીના રવાપર ગામ ગોલ્ડન માર્કેટ સામે શુભમ એપાર્ટમેન્ટ ફ્લેટ નં -૨૦૧મા રહેતા આરોપી કાંતિલાલ માવજીભાઈ દેલવાડીયાના કબ્જા ભોગવટા વાળા મકાનમાં તીનપત્તીનો જુગાર રમતા દશ ઈસમો કાંતીલાલ માવજીભાઈ દેલવાડીયા પટેલ ઉ.વ.૫૦ રહે શુભમ એપાર્ટમેન્ટ ફ્લેટ નં.૨૦૧ રવાપર ગામ ગોલ્ડન માર્કેટ સામે શક્તિપાન વાળી શેરી મોરબી, રાજભાઈ કાંતીલાલ દેલવાડીયા ઉ.વ.૨૧ રહે શુભમ એપાર્ટમેન્ટ ફ્લેટ નં.૨૦૧ રવાપર ગામ ગોલ્ડન માર્કેટ સામે મોરબી, ભરતભાઈ રામજીભાઈ બાવરવા ઉ.વ.૩૭ રહે કન્યા છાત્રાલય રોડ ચિત્રકુટ સોસાયટી મોરબી મુળ રહે જીકીયારી તા.જી.મોરબી, દિલીપભાઈ રણછોડભાઈ દેત્રોજા ઉ.વ.૪૩ રહે રવાપર તળાવની બાજુમા મોરબી મુળ રહે નીચી માંડલ તા.જી.મોરબી, રમેશભાઈ ભીખાભાઈ દસાડીયા ઉ.વ.૪૧ રહે રવાપર ગામ ગોલ્ડન માર્કેટ સામે શુભમ એપાર્ટમેન્ટ ફ્લેટ નં.૪૦૨ મોરબી, વિપુલભાઈ જયંતીભાઈ જોલાપરા ઉ.વ.૪૭ રહે ઉમીયાનગર યોગી એપાર્ટમેન્ટ ફ્લેટ નં.૩૦૨ રવાપર ઘુનડા રોડ મોરબી, મહેંદ્રભાઈ મનજીભાઈ બાવરવા ઉ.વ.૪૨ રહે નવા બસ સ્ટેન્ડ સામે સરસ્વતી સોસાયટી સ્વસ્તીક ટાવર ફ્લેટ નં.૨૦૨ મોરબી, કલ્પેશભાઈ લાલજીભાઈ સાવરીયા ઉ.વ.૩૪ રહે ઉમીયા સોસાયટી વાવડી રોડ મોરબી, હિરલભાઈ ભુદરભાઈ ઠોરીયા ઉ.વ.૩૨ રહે ગોલ્ડન માર્કેટની બાજુમા શ્યામ પાર્ક મોરબી મુળ રહે તરઘડી તા.માળીયા, શનીભાઈ કાંતીભાઈ લીબાણી ઉ.વ.૩૦ રહે માધવ એપાર્ટમેન્ટ ગોલ્ડન માર્કેટની બાજુમા રવાપર ઘુનડા રોડ મોરબીવાળાને રોકડ રકમ રૂ. ૧૩૧૫૦૦ ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં જુગાર ધારા કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.