મોરબીના વિશીપરામા યુવક પર બે શખ્સોનો છરી વડે હુમલો
મોરબી: મોરબીના વીશીપરામા યુવકની કરીણાની દુકાન પર આવી આરોપીએ ઉધાર માવા માગતા યુવકે ઉધાર માવા આપવાની ના પાડતાં યુવક સાથે ઝપાઝપી કરી અન્ય એક શખ્સ મોટરસાયકલ પર આવી ગાળો આપતા યુવકે ગાળો બોલવાની ના પાડતાં છરી વડે યુવકને ઇજા કરી વચ્ચે પડતા સાહેદને ધોકા વડે ફટકાર્યો હોવાની ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મોરબીના વીશીપરામા રહેતા ગનીભાઇ સલીમભાઈ માણેક (ઉ.વ.૨૪)રહે. વીશીપરા મોરબી તથા અભરામ સલીમભાઈ માણેક રહે. દલવાડી સર્કલ પાસે મોરબી વાળા વિરુદ્ધ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદી પોતાની દુકાન શક્તિ કિરાણા ખાતે હાજર હોય તે દરમ્યાન આરોપી ગનીભાઇ દુકાન પર આવેલ અને ઉઘાર માવા માંગતા ફરીયાદીએ ઉધાર આપવાની ના પાડતા આરોપીએ ફરીયાદી સાથે બોલાચાલી ઝપાઝપી કરી ઝઘડો તકરાર કરી જતો રહેલ બાદમાં હસમુખભાઇ દુકાને આવતા ફરીયાદી તથા સાથી વાતચીત કરતા હોય તે દરમ્યાન આરોપીઓ મોટરસાયકલ પર આવી ફરીયાદીને ને કહેવા લાગેલ કે તુ માવા કેમ નથી આપતો તેમ કહી ગાળો બોલવા લાગેલ કે જેથી ગાળો બોલવાની ના પાડતા આરોપી અભરામ ઉશ્કેરાઇ ફરીયાદીને છરી વડે ઇજા કરેલ અને હસમુખભાઇ વચ્ચે પડતા આરોપીએ ધોકા વડે માર મારી ઇજા કરી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.