હળવદના શિવપુર ગામે સ્કોર્પિયો કારમાંથી બીયરનો જથ્થો ઝડપાયો : આરોપી ફરાર
હળવદ: હળવદ તાલુકાના શિવપુર ગામે અમરબાગ પાસે રોડ પર સ્કોર્પિયો કારમાંથી બીયરનો જથ્થો ઝડપાયો હતો જ્યારે આરોપી સ્થળ પરથી નાશી છુટતા પોલીસે તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ મોરબી જિલ્લામાં તમામ ધંધાઓમાં મંદી ચાલી રહી છે ત્યારે ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં દારૂનો ધંધો ખૂબ ફુલીફાલી રહ્યો છે ત્યારે હળવદ તાલુકાના શિવપુર ગામે અમરબાગ પાસે રોડ પર જાહેરમાં આરોપી રણજીતભાઇ ડાયાભાઇ કોળી રહે. ડુંગરપુર ગામ તા. હળવદવાળાએ પોતાના કબ્જા ભોગવટા વાળી નંબર પ્લેટ વગરની સ્કોર્પિયો કારમાંથી બીયર ટીન નંગ -૬૦ કિં રૂ. ૬૦૦૦ નો મુદ્દામાલ વેચાણ કરવાના ઇરાદે હેરાફેરી કરી તથા સ્કોર્પિયો કાર કિં રૂ.૧૦,૦૦,૦૦૦ મળી કુલ કિં રૂ. ૧૦,૦૬,૦૦૦ નો મુદ્દામાલ ઝડપી પાડયો છે જ્યારે આરોપી રણજીતભાઇ ડાયાભાઇ કોળી રહે. ડુંગરપુર ગામ તા. હળવદવાળા ગાડી મુકી નાસી જતા હળવદ પોલીસે આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.