મોરબી બસ સ્ટેન્ડમા અમદાવાદથી સફાઈ અભિયાનનુ ઇન્શપેક્શન ; ઓફિસમાં બેસી ચોપડે કરાયું ઇન્શપેક્શન ??
મોરબી બસ સ્ટેન્ડમા આજે અમદાવાદ સેન્ટ્રલ ઓફીસ દ્વારા સફાઇ અભિયાનનું ઇન્શપેક્શન કરાયુ હતુ પરંતુ અધિકારીઓ દ્વારા માત્ર ઓફિસમાં બેસી રહી સફાઇ અભિયાનનું ઇન્શપેક્શન કરાયુ હતું તેવી સુત્રો પાસે થી માહિતી મળી રહી છે.
મળતી માહિતી મુજબ મોરબીના નવા અને જુના બસ સ્ટેન્ડ ખાતે અમદાવાદ સેન્ટ્રલ ઓફીસ દ્વારા ડી.એમ.જેઠવા સહિતના અધિકારીઓ દ્વારા સફાઇ અભિયાનનું ઇન્શપેક્શન હાથ ધરવામાં આવ્યું હતું પરંતુ કોઈપણ અધિકારીએ જુના બસ સ્ટેન્ડ તેમજ નવા બસ સ્ટેન્ડ અને તેની આસપાસ ખડકાયેલા ગંદકીના ગંજનું નીરીક્ષણ કર્યું નહી અને માત્ર મોરબી નવા બસ સ્ટેન્ડ ખાતે ઓફિસમાં બેસી અને ચોપડે જ સફાઇ અભિયાનનું ઇન્શપેક્શન હાથ ધરવામાં આવ્યું હતું. મોરબી જુના બસ સ્ટેન્ડ અંદર ગંદકીના ગંજ ખડકાયા છે મુસાફરો પાંચ મીનીટ ઉભા રહી શકતા નથી તેવી દુર્ગંધ મારે છે તેમ છતા જુના બસ સ્ટેન્ડે ઇન્શપેક્શન કરવાની જરૂર છે પરંતુ ત્યાં એક પણ અધિકારી ફરક્યો પણ નહી નવા બસ સ્ટેન્ડમા ઓફિસમાં બેસી સફાઈ અભિયાનનુ ઇન્શપેક્શન કરાયાની માહિતી મળી રહી છે.
જ્યારે કરોડો રૂપિયાના ખર્ચે બનેલ નવા બસ સ્ટેન્ડ આસપાસ ઠેરઠેર ગંદકીના ઢગલા છે બસ સ્ટેન્ડ અંદર પણ ગંદકીના ઢગલે ઢગલા જોવા મળી રહ્ય છે. ગંદકીના કારણે નવા બસ સ્ટેન્ડના શૌચાલય માં જવું મુસાફરોને મુશ્કેલી બની રહ્યું છે. ત્યારે લોકોના મનમાં સવાલ ઉદ્ભવી રહ્યો છે અમદાવાદ સેન્ટ્રલ ઓફીસથી આવેલ અધિકારીઓએને બસ સ્ટેન્ડમાં કઈ જગ્યાએ સફાઇ દેખાઈ હશે. અમદાવાદ સેન્ટ્રલ ઓફીસ દ્વારા જે અધિકારીઓને ઇન્શપેક્શન માટે મોકલવામાં આવ્યા છે તેમણે ઓફિસમાં બેસી સફાઈ અભિયાનનુ ઇન્શપેક્શન કર્યું હોવાનું ચોખ્ખું દેખાઈ રહ્યું છે કેમકે મોરબીના નવા અને જુના બસ સ્ટેન્ડમા ગંદકીનું સામ્રાજય છવાઇ ગયું છે. તેમ છતાં અધિકારીઓને આ ગંદકી દેખાઈ નથી રહી. ત્યારે આ અધિકારીઓ સફાઈ અભિયાનનુ ઇન્શપેક્શન કરવા આવ્યા હતા કે પછી મોરબી નવા જુના બસ સ્ટેન્ડના હાલચાલ પુછવા પધાર્યા હતા.