મોરબીના વજેપર ગામે જમીન પચાવી પાડનાર શખ્સ વિરુદ્ધ લેન્ડ ગ્રેબીંગ હેઠળ ગુન્હો દાખલ
મોરબી : મોરબીના વજેપર ગામે સંયુક્ત ભાયુભાગની માલિકીની જમીનમાં એક શખ્સે ગેરકાયદેસર દબાણ કરી જમીન પચાવી પાડી હોવાથી આરોપી વિરુદ્ધ લેન્ડ ગ્રેબીંગ હેઠળ ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મોરબી નાની વાવડી રોડ પાસે બાપા સીતારામ મઢુલીની બાજુમાં બાવરાની વાડીમાં રહેતા મોહનભાઈ મોતીભાઈ પરમાર (ઉ.વ.૬૫) એ આરોપી રમેશભાઈ ગોકળભાઇ ખટારીયા રહે. મુળ માધાપર પરમારની વાડી હાલ રહે. રોકડિયા હનુમાન પાસે રેલવે ફાટક નજીક નવલખી રોડ મોરબીવાળા વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદીની સંયુકત ભાયુભાગની માલીકીની વજેપર ગામના સર્વે નંબર ૨૧૦ પૈકી ૨ જમીન હે. ૦-૯૯-૧૫ ચો.મી જમીનમાં આરોપીએ ગેરકાયદેસર રીતે ઇરાદાપુર્વક કુલ ૦-૦૪-૯૫ જમીનમાં ગેરકાયદેસર રીતે પેશકદમી કરી પશુના વાડા બનાવી અને પશુના નીરણ માટેની છાપરી કરી કબ્જો કરેલ હોય જેથી ફરીયાદી કબ્જો ખાલી કરવા સમજાવતા આરોપી ઉશ્કેરાઇ કબ્જો ખાલી નહી કરી ફરીયાદીની ભાયુભાગની જમીનમાં ઇરાદાપુર્વક ગેરકાયદેસર રીતે દબાણ કરી જમીન પચાવી પાડી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે આરોપી વિરુદ્ધ જમીન પચાવી પાડવા પર (પ્રતિબંધ) અધિનિયમ -૨૦૨૦ ની કલમ ૩,૪,(૧)(૩), ૫(ગ) મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.