Friday, September 20, 2024

મોરબી ખોખરા હનુમાન હરિધામ ખાતે શ્રીમદ્ ભાગવત કથાનું ભવ્ય આયોજન

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: સંત શિરોમણી, સમર્થ સદગુરુ પ. પૂ. કેશવાનંદબાપુની સમાધિને 25 વર્ષ પુર્ણ થવા આવ્યા છે તે સ્મૃતિમાં, પૂ. સીતારામ બાપુની કર્મભૂમિ તથા પૂ. કેશવાનંદબાપુના કૃપાપાત્ર મહામંડલેશ્વર પ. પૂ. કનેકેશ્વરી દેવીજીની પરમાર્થ ભૂમિ શ્રી ખોખરા હનુમાન હરિહરધામ મુકામે તારીખ 19 સપ્ટેમ્બર (ભાદરવા વદ એકમ) થી તારીખ 25 સપ્ટેમ્બર (ભાદરવા વદ સાતમ) સુધી શ્રીમદ્ ભાગવત કથાનું ભવ્ય-દિવ્ય આયોજન કરવામાં આવ્યું છે.

વ્યાસપીઠ પર મલૂક પીઠાધીશ્વર પ. પૂ. જગદગુરુ દ્વારાચાર્ય ગૌપ્રેમી સંત, સ્વામી રાજેન્દ્રદાસજી દેવાચાર્યજી મહારાજ પોતાની રસમય વિરક્ત વાણીમાં, અલગ શૈલીથી શ્રીમદ ભાગવત કથાનું રસપાન કરાવશે.

કથાનો સમય તા. 19 સપ્ટેમ્બર ગુરુવારે બપોરે 3.00 કલાકે અને તા. 20 થી 25 સપ્ટેમ્બર નિત્ય સવારે 9.00 કલાક થી બપોરે 1.00 કલાક સુધીનો રહેશે તથા વિરામ બાદ દરરોજ બપોરે ભોજન મહાપ્રસાદની વ્યવસ્થા રાખવામાં આવેલ છે.

તેમજ તા. 20, 21 અને 22 સપ્ટેમ્બરના રોજ દરરોજ બપોરે 3.30 કલાકથી વિદ્વત ગોષ્ઠીના આયોજન કરવામાં આવ્યું છે તદઉપરાંત તા. 20 સપ્ટેમ્બરે રાત્રીના 9.00 કલાકે ભજન સંતવાણીમાં પ્રખ્યાત કલાકારો ભગવતીબેન ગોસ્વામી તથા પિયુષ મિસ્ત્રી તથા તા. 22 સપ્ટેમ્બરના ના રોજ રાત્રે 9.00 કલાકે ડાયરામાં સાધ્વી જયશ્રીદાસજી, માયાભાઈ આહીર અને કોકિલકંઠી ગાયિકા દમયંતિબેન બરડાઈ તેમજ તા. 24 સપ્ટેમ્બરનારોજ રાત્રે 9.00 કલાકે ભજન લોકસાહિત્ય કાર્યક્રમમાં સોરઠનું ગૌરવ, પ્રખર લોકસાહિત્યકાર પદ્મશ્રી ભીખુદાનભાઈ તથા લલિતાબેન ઘોડાદ્રા અને પ્રવીણ સુરદાસ સહિતના કલાકારો પોતાના સુરો રેલાવી ભગવાનનાં ગુણગાન ગાશે.

કથા દરમિયાન શ્રીમદ્ ભાગવતનો સંપૂર્ણ પાઠ કરાવવા, પોથી નોંધાવવા તેમ જ કોઈ પણ સેવામાં સહયોગી થવા માટે શ્રી ખોખરા ધામ કાર્યાલય (63524 75347)(99139 21340) નો સંપર્ક કરવા અનુરોધ કરાયો છે.

જ્યારે આપણા પંથકમાં સૌ પ્રથમ વખત પધારી રહેલા અને અત્યંત વિશિષ્ટ અને આગવી શૈલીમાં ભગવાન શ્રીકૃષ્ણની દ્વારિકા લીલા પર ચાલનારી અદભુત કથા શ્રવણનો લાભ લેવા સૌ ધર્મપ્રેમી લોકોને સપરિવાર પધારવા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર