મોરબીમાં જુગાર રમતા ત્રણ ઈસમો ઝડપાયા
મોરબી: મોરબીના સામા કાંઠે કાંતિનગર સ્કુલની બાજુમાં ખુલ્લા પટમાં જાહેરમાં જુગાર રમતા ત્રણ ઈસમોને મોરબી સીટી બી ડિવિઝન પોલીસે ઝડપી પાડયા છે.
મળતી માહિતી મુજબ મોરબી સિટી બી ડીવીઝન પોલીસ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન પોલીસને મળેલ ખાનગી બાતમીના આધારે મોરબીના સામા કાંઠે કાંતિનગર સ્કુલની બાજુમાં ખૂલ્લા પટમાં જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા ત્રણ ઈસમો સલીમભાઈ ઓસમાણભાઈ મોવર (ઉ.વ.૩૭), સલીમભાઈ કરીમભાઈ ભટ્ટી (ઉ.વ.૪૨) તથા સોહિલભાઈ આદમભાઈ ભટ્ટી (ઉ.વ.૨૮) રહે. ત્રણે કાંતિનગર મોરબીવાળાને રોકડ રકમ રૂ. ૧૪,૫૧૦ ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.