Saturday, September 21, 2024

મોરબીમાં મુસાફરને રીક્ષામાં બેસાડી નજર ચૂકવી રૂ. 20 હજાર રોકડ સેરવી લીધા 

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: મોરબી શહેરમાં રીક્ષામાં મુસાફરને બેસાડી ખીસ્સામાંથી રૂપિયા સેરવી લેવાના અનેક બનાવો સામે આવી રહ્યા છે ત્યારે ફરી એક વખત મોરબી પરાબજાર પોસ્ટ ઓફિસ પાસેથી મુસાફરને રીક્ષામાં બેસાડી ઉલ્ટીનુ બહાનું કરી નઝર ચૂકવી બે શખ્સોએ મુસાફરના ખીસ્સામાંથી રૂ. ૨૦,૦૦૦ રોકડા સેરવી લીધા હોવાની મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ હળવદમાં વસંત પાર્ક સરા ચોકડી પાસે રહેતા મહિપતરામ ભવાનીશંકર રાવલ (ઉ.વ.૭૯) એ આરોપી એક સી.એન.જી.રીક્ષા ચાલક તથા તેની સાથેનો એક અજાણ્યો પુરુષ વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદી પોસ્ટ ઓફિસમાંથી પૈસા ઉપાડી રોડ ઉપર ઉભા હોય તે દરમ્યાન અજાણ્યા સી.એન.જી રીક્ષા ચાલક તથા તેમા બેઠેલ અજાણ્યા ઈસમએ ફરીયાદીને રીક્ષામા બેસાડી ઉલ્ટીનુ બહાનુ કરી ફરીયાદીની નઝર ચુકવી ફરીયાદીના લેંઘાના ખીસ્સામાથી રોકડ રૂ.૨૦,૦૦૦/-ની ચોરી કરી લઇ ગયા હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપીને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર