Sunday, September 22, 2024

વ્યાજખોરોનો ત્રાસ યથાવત : મોરબીમાં ત્રણ વ્યાજખોરો વિરુદ્ધ ગુન્હો દાખલ 

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: મોરબી શહેરમાં વ્યાજનું દુષણ ડામવા પોલીસ દ્વારા અનેક પ્રયાસો હાથ ધરવામાં આવ્યા તેમાં છતાં લોકો વ્યાજખોરોના ચુંગલમાં ફસાઈ જાય છે ત્યારે મોરબીમાં રહેતા યુવકે ત્રણ શખ્સો પાસેથી અલગ અલગ સમયે વ્યાજે રૂપિયા લિધેલ હોય જેનું ઉંચુ વ્યાજ ચુકવતા હોવા છતાં આરોપીઓએ પઠાણી ઉઘરાણી કરી યુવકને ગાળો આપી જાનથી મારી નાંખવાની ધમકી આપતા હોવાની મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ મૂળ મોરબી તાલુકાના વવાણીયા ગામના વતની અને હાલ મોરબીના મહેન્દ્રનગર આઇટીઆઇ પાછળ રહેતા વસંતભાઈ જેરાજભાઈ વાઘેલા (ઉ.વ.૨૪) એ આરોપી ભોલુ જારીયા રહે. રવાપર રોડ મોરબી તથા મહિપતસિંહ જાડેજા રહે. શનાળા રોડ મોરબી અને જીવણભાઈ બોરીચા રહે. ખાખરાળા ગામ તા.જી. મોરબીવાળા વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદીએ આરોપીઓ પાસેથી અલગ અલગ સમયે ઉંચા વ્યાજે નાણાં લીધેલ હોય જે રૂપિયાના બદલામાં ફરીયાદીએ આરોપીઓને ઉંચુ વ્યાજ ચૂકવતા હોવા છતાં આરોપીઓએ ફરીયાદીની સ્વીફ્ટ કાર રજીસ્ટર નંબર -જીજે-૩૬-એસી-૨૯૭૧ વાળી બળજબરી પૂર્વક પડાવી લઇ તથા સાહેદની માલીકીનુ એક્ટીવા મોટરસાયકલ રજીસ્ટર નંબર -જીજે-૩૬-પી-૫૨૮૪ તથા મોબાઇલ ફોન ઓપ્પો કંપનીનો એફ-27 કિ રૂ. ૩૦,૦૦૦ વાળો બળજબરી પૂર્વક લઈ જઈ આરોપીઓએ ફરીયાદીને ગાળો આપી ટાટીંયા ભાંગી નાખવાની તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપી ફરીયાદી પાસે પઠાણી ઉઘરાણી કરતા હોવાની આરોપીઓ વિરુદ્ધ ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર