Saturday, January 18, 2025

મોરબીમાં રહેણાંક મકાનમાં ચાલતું જુગારધામ ઝડપાયું 

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: મોરબીના માધાપરમાં શેરી નં -૨૯મા રહેતા આરોપી વિજયભાઈ બાબુભાઈ વીંજવાડીયાના રહેણાંક મકાનમાં જુગાર રમતા આઠ ઈસમોને મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડયા છે.

મળતી માહિતી મુજબ મોરબી સિટી એ ડીવીઝન પોલીસને મળેલ બાતમીના આધારે બાતમીવાળી જગ્યાએ રેઇડ કરતા મોરબીના માધાપરમાં શેરી નં -૨૯મા રહેતા આરોપી વિજયભાઈ બાબુભાઈ વીંજવાડીયાના રહેણાંક મકાનમાં જુગાર રમતા આઠ ઈસમો વિજયભાઇ બાબુભાઇ વીંજવાડીયા ઉ.વ.૨૯ રહે. મોરબી માધાપર શેરી નં ઓગણત્રીસ જી.મોરબી, અજયભાઇ સામજીભાઇ જિંજવાડીયા ઉ.વ.૨૪ રહે. મોરબી ત્રાજપર એસ્સાર પંપ પાછળ તા.જી. મોરબી, લક્ષમણભાઇ ગોકળભાઇ ટોટા ઉ.વ.૩૦ રહે. મોરબી વાવડી રોડ ભગવતી પરા શેરી ન છ તા.જી. મોરબી, શાહરૂખભાઇ ફીરોજભાઇ પઠાણ ઉ.વ.૨૭ રહે. મોરબી વીસીપરા કુલીનગર એક તા.જી.મોરબી, જયપાલભાઇ મુળજીભાઇ કુંવરીયા ઉ.વ.૨૮ રહે. મોરબી બે કુબેર ટોકીઝ પાછળ મફતીયાપરા તા.જી.મોરબી, આરીફભાઇ હુશેનભાઇ ચૌહાણ ઉ.વ.૩૦ રહે. મોરબી ત્રાજપર એસ્સાર પંપ પાછળ તા.જી.મોરબી, અજયભાઇ મનસુખભાઇ વરાણીયા ઉ.વ.૨૮ રહે. મોરબી-૨ ત્રાજપર રવિપાર્ક સોસાયટી તા.જી.મોરબી, ઉમેશભાઇ ટીડાભાઇ ગોલતર ભરવાડ ઉ.વ.૩૮ રહે.મોરબી એસ્સાર પંપ પાસે તા.જી.મોરબીવાળાને રોકડ રકમ રૂ. ૫,૩૪,૦૦૦ ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર