મોરબીમાં સાસરીયાના ત્રાસથી કંટાળી પરિણીતાનો ગળેફાંસો ખાઈ આપઘાત
મોરબી: મોરબી શહેરમાં સાસરીયા દ્વારા પરણીતાને શારીરિક અને માનસિક દુઃખ ત્રાસ આપતા સાસરીયાના ત્રાસથી કંટાળી જઈ ગળેફાંસો ખાઈ જતાં પરિણીતાનું મોત નિપજ્યુ હોવાની ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ ભરૂચ રહેતા કિરણભાઈ શશીકાન્તભાઈ વસાવા (ઉ.વ.૩૨) આરોપી હસમુખભાઈ વાલજીભાઈ પટેલ, જયદીપભાઈ પટેલ, હસમુખભાઈ વાલજીભાઈ પટેલના પરિવારના સભ્યો તમામ રહે. શક્ત શનાળા તા.જી. મોરબીવાળા વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતુ કે ફરીયાદીના સગા મોટા બહેન રેખાબેનને આરોપીઓએ ભેગા મળી કોઇના કોઇ બહાને તથા ચારીત્ર્ય ઉપર ખોટા શંકા વહેમ કરી મારઝુડ કરી શારીરીક તથા માનસીક ટોર્ચર કરી આરોપીઓએ રેખાબેનને મરવા મજબુર કરતા રેખાબેને પોતાની સાસરીમા પોતાની જાતે ગળે ફાંસો ખાંઇ જતા રેખાબહેનનુ મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી સીટી એ ડીવીજન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે આરોપીઓ વિરુદ્ધ ભારતીય ન્યાય સહીંતા ૨૦૨૩ ની કલમ ૧૦૮ ૮૫ ૫૪ તથા અનુસુચીત જાતી અને અનુસુચીત આદીજાતી અત્યાચાર અટકાવવા બાબતનો અધિનિયમ ૧૯૮૯ ની કલમ ૩(૨)(૫) મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.