માંડલ ગામ નજીક તળાવમાં ડૂબી ગયેલ યુવાનનો મૃતદેહ મળ્યો
મોરબી: મોરબી તાલુકાના ઉંચી માંડલ અને નીચી માંડલની વચ્ચે તળાવમાં ડૂબી ગયેલ યુવકનો મૃતદેહ મળી આવ્યો.
મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના ઉંચી માંડલ અને નીચી માંડલ વચ્ચે સિમ્પેરા ટાઇલ્સ સિરામિકની બાજુમાં તળાવમાં યુવક ડુબી ગયેલ હોવાની જાણ ફાયર વિભાગની ટીમને કરતા ફાયર ટીમ ઘટનાસ્થળે દોડી જઈ શોધખોળ હાથ કરી તળાવમાં ડૂબી ગયેલ રાજાબાબુ ( ઉ.વ.૨૪) રહે. રાજસ્થાન વાળાનો મૃતદેહ મળી આવ્યો હતો. યુવક ક્યાં કારણોસર ડૂબી ગયેલ એ જાણવા મળેલ નથી. હાલ યુવકનો મૃતદેહ મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવેલ છે.