હળવદ: ઉધાર પૈસા પાછા લેવા બાબતે યુવક સહિત ત્રણ વ્યકિતને સાત શખ્સોએ ફટકાર્યા
હળવદ: એક શખ્સે યુવક પાસેથી ઉધાર પૈસા પાછા લેવા બાબતે યુવક તથા તેના સાથી સાથે ઝઘડો કરી એક્ટીવા તથા સ્વીફ્ટ ગાડી પાછળ કરી ધનાળાના પાટીયાથી શરું કરી બાદ માળીયા હળવદ હાઈવે ઉપર કેદારીયા ગામ પાસે નાલા નજીક રીક્ષા ઉભી રખાવી યુવક તથા તેના સાથીને ગાળો આપી જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરી લોખંડના પાઇપ તથા ઢુકાપાટુનો માર મારી ઈજા પહોંચાડી હોવાની ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ હળવદ બસ સ્ટેન્ડ પાછળ રહેતા નીતીનભાઇ વિનોદભાઈ પરમાર (ઉ.વ.૨૬) એ આરોપી જય વડવાળા ટી સ્ટોલ ના ગલા ઉપર બેઠેલ માણસ (૨) એક્ટીવા નંબર-GJ-36-Q-1054 નો ચાલક (૩) એક્ટીવા નંબર-GJ- 36 -Q-1054 ની પાછળ બેસેલ અજાણ્યો માણસ (૪) સ્વીફટ કારનો ચાલક (૫) સ્વીફટ ચાલક બાજુમા બેસેલ અજાણ્યો માણસ (૬) સ્વીફટ કારમા પાછળની સીટમા જમણી સાઇડ બેસેલ અજાણ્યો માણસ (૭) સ્વીફટ કારમા પાછળની સીટમા ડાબી સાઇડ બેસેલ અજાણ્યો માણસ વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે આરોપી ઉધાર પૈસા પાછા લેવા બાબતે ફરીયાદી તથા સાથી સાથે ઝઘડો કરી અન્ય બે આરોપી એક્ટીવાથી પાછળ આવી ફરીયાદીની રીક્ષા ઉભી રખાવી ફરીયાદી તથા સાથીને જાતી પ્રત્યે હડધૂત કરી ગાળો બોલી ફરીયાદી તથા સાહેદને ઢીકાપાટુનો મારમારી ત્યારબાદ બીજા ચાર આરોપીઓ સ્વીફ્ટ કારમાં આવી ફરીયાદી તથા સાથીને લાકડી તથા લોખંડના પાઇપ તથા હાથમાં પહેરેલા કડા વડે મારમારી જેથી જયેશભાઇને માથાના ભાગે તથા સુમીતભાઈને પગના ભાગે તેમજ ફરીયાદીને શરીરે મૂંઢ ઇજા પહોંચાડી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.