મોરબી વાવડી રોડ પર રાધાપાર્ક સોસાયટીમાં જુગાર રમતા સાત ઈસમો ઝડપાયા
મોરબી: મોરબીના વાવડી રોડ રાધાપાર્ક સોસાયટીમાં જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા સાત ઈસમોને મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડયા છે.
મળતી માહિતી મુજબ મોરબી સિટી એ ડીવીઝન પોલીસ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન તે મોરબીના વાવડી રોડ રાધાપાર્ક સોસાયટીમાં જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા સાત ઈસમો મેહુલભાઇ ચુનીલાલ પૈજા ઉ.વ.૩૮ રહે. રાધાપાર્ક સોસાયટી વાવડીરોડ મોરબી, ભરતભાઇ કિશોરભાઇ પાટડીયા ઉ.વ.૩૦ રહે. ઉમીયાપાર્ક સોસાયટી વાવડીરોડ મોરબી, ભાવેશભાઇ ગુણવંતભાઇ દેત્રોજા ઉ.વ.૨૯ રહે. રાધાપાર્ક સોસાયટી મોરબી, જગદીશભાઇ મહેશભાઇ સુરાણી ઉ.વ.૨૬ રહે. શનાળા શકિત માતાજીના મંદીર પાસે તા.જી. મોરબી, કાવ્ય દિપકભાઇ વિડજા ઉ.વ.૨૦ રહે. કામધેનુ સોસાયટી નાની કેનાલરોડ મોરબી, જાહીદભાઇ ભીખુભાઇ તલાટ ઉ.વ.૪૪ રહે. પંચાસર રોડ સલીમ મસ્જીદ પાસે મોરબી, જયભાઇ ધર્મેન્દ્રભાઇ વિડજા ઉ.વ.૨૬ રહે. કામધેનુ સોસાયટી નાની કેનાલ પાસે પંચાસર રોડ મોરબીવાળાને રોકડ રકમ રૂ. ૧૨૬૫૦ ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.