નેતાજી સુભાષચંદ્ર બોઝની પુણ્યતિથિને ક્રાંતિકારી સેના દ્વારા ગુમનામી દિવસ તરીકે મનાવાયો
મહાન ક્રાંતિકારી, વીર સપૂત, આઝાદ હિંદ ફોજના સ્થાપક નેતાજી સુભાષચંદ્ર બોઝની આજે પુણ્યતિથિ છે. ત્યારે મોરબીમાં ક્રાંતિકારી સેના દ્વારા આ દિવસને ગુમનામી દિવસ તરીકે મનાવે છે.
તુમ મુજે ખુન દો મેં તુમે આઝાદી દુંગા સૂત્ર આપનાર સુભાષચંદ્ર બોઝ જે દેશની આઝાદી માટે પોતાનુ જીવન સમર્પિત કરી દીધું હતું ,વર્ષ 1945માં એક વિમાન દુર્ઘટનામાં તેનું અવસાન થયુ હોવાનું કહેવાય છે, જો કે હજી પણ નેતાજી સુભાષ ચંદ્ર બોઝની મૃત્યુનું સાચુ કારણ જાણી શકાયુ નથી. બીજી બાજુ તેમ પણ કહેવાઈ છે કે ત્યાર બાદ નેતાજી સુભાષચંદ્ર બોઝ ગાયબ થઈ ગયા હતાં એટલા માટે ક્રાંતિકારી સેના આ દિવસને ગુમનામી દિન તરીકે મનાવે છે. અને આજે ક્રાંતિકારી સેના દ્વારા ગુમનામી દિવસ નિમિત્તે મોરબીના શનાળા રોડ પર સરદાર બાગ સામે આવેલ સુભાષચંદ્ર બોઝની પ્રતિમાની સાફ સફાઈ કરીને ફુલહાર કરવામાં આવ્યા હતા.