Wednesday, January 15, 2025

મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ વિરુદ્ધ રાજદ્રોહનો ગુન્હો દાખલ કરવા અરજી કરાઈ 

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: થોડા દિવસ પહેલા મોરબી નગરપાલિકા દ્વારા કચરાની ગાડીઓ ફાળવણી કરી હતી. જેમાં ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ લીલી ઝંડીના બદલે રાષ્ટ્રધ્વજનો ઉપયોગ કરી લીલી ઝંડી બતાવી વાહન પસાર કરાવ્યા હતા. જેથી ધારાસભ્યએ રાષ્ટ્રધ્વજનુ અપમાન કર્યું હોવાથી મોરબીના જાગૃત નાગરિકે મોરબી સીટી એ ડીવીઝન પોલીસ કચેરીએ અરજી કરી ધારાસભ્ય વિરુદ્ધ રાજદ્રોહનો ગુન્હો દાખલ કરવા માંગ કરી છે.

મોરબીના જાગૃત નાગરિક રાજેશભાઈ કલ્યાણજીભાઇ ચૌહાણ દ્વારા મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન કચેરીમાં લેખીત અરજી કરી જણાવ્યું છે કે હાલ થોડાક દિવસો પહેલા મોરબી નગરપાલીકામાં જયારે કચરાની નવી ગાડીઓની ઝંડી આપતા સમયે મોરબીના ધારાસભ્ય પોતાનું ભાન ભુલીને જયારે ભારતના રાષ્ટ્રધ્વજ થી નવી કચરાની ગાડીઓને ઝંડી તરીકે ઉપયોગ કરેલ. આ કૃત્ય રાજદ્રોહ સમાન ગણાય કારણ કે, જયારે કોઈ પણ નેતા દ્રારા નવી વસ્તુઓનું સિંગનલ દેવામાં આવે ત્યારે લીલા કલરની ઝંડી અથવા અન્ય કલરની જંડીનો ઉપયોગ થઈ શકે પરંતુ ભારતની સાન સમાન રાષ્ટ્રધ્વજનો ઉપયોગ કરી અરજદારની તથા ભારતવાસીઓની ગરીમાંને ઠેસ પહોંચાડે તેવું કામ કરેલ છે. તેથી ધારાસભ્ય હોય તો તેને ભારતની સાન સમાન રાષ્ટ્રધ્વજનું અપમાન કરવાનો કોઈ પણ અધીકાર નથી. તેથી મોરબીના જાગૃત નાગરિક રાજેશભાઈ ચૌહાણ દ્વારા મોરબી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ધારાસભ્ય વિરુદ્ધ રાજદ્રોહની ફરીયાદ નોંધી ધોરણસરની કાર્યવાહી કરવા અરજી દાખલ કરેલ છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર