મોરબીના પંચાસર રોડ પર એપાર્ટમેન્ટમાં જુગાર રમતા 13 ઈસમો ઝડપાયા
મોરબી: મોરબી પંચાસર રોડ તથા વાવડી રોડ વચ્ચે આવેલ નાનીકેનાલ વાળા રસ્તે શીવપેલેસ એપાર્ટમેન્ટ પહેલા માળે ફ્લેટમાં જુગાર રમતા ૧૩ ઈસમોને મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડયા છે.
મળતી માહિતી મુજબ હાલ શ્રાવણ માસ ચાલી રહ્યો છે ત્યારે જુગાર પણ જોરશોરથી ચાલી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે પોલીસ દ્વારા અનેક જગ્યાએથી પત્તાપ્રેમીઓ ઝડપાઈ રહ્યા છે ત્યારે મોરબી પંચાસર રોડ તથા વાવડી રોડ વચ્ચે આવેલ નાનીકેનાલ વાળા રસ્તે શીવપેલેસ એપાર્ટમેન્ટ પહેલા માળે ફ્લેટમાં તીનપત્તીનો જુગાર રમતા ૧૩ ઈસમો કેવલભાઇ મનસુખભાઇ ભોરણીયા ઉ.વ.૨૬ રહે.મોરબી રવાપર રોડ નરસંગ ટેકરી મંદીરની બાજુમા દર્પણ સોસાયટી શીવમ પેલેસ બ્લોકનં. ૩૦૨, ધરમશીભાઇ હરીભાઇ કાવર ઉ.વ.૭૦ રહે. નાનાભેલા તા. માળીયા (મી), પ્રભુભાઇ મગનભાઇ આદ્રોજા, ઉ.વ.૫૬ રહે. મોરબી પંચાસર રોડ ઉમીયાજી સોસાયટી હનુમાજી મંદીર સામે, રમેશભાઇ કુવરજીભાઇ ઓગણજા ઉ.વ. ૪૯ રહે. મોરબી કન્યા છાત્રાલય રોડ સરદાર સોસાયટીની સામે વિજય પંચમી ગ્રાઉન્ડના એપાર્ટમેન્ટમા મુળ રહે.આમરણ તા.મોરબી, જગદીશભાઇ હરીભાઇ કલોલા ઉ.વ.૫૬ રહે. મોરબી દલવાડી સર્કલ પાસે શ્રીજી પાર્ક સોસાયટી મહાદેવ હાઇટસ બ્લોકનં.૧૦૨ મુળ રહે. મોટાભેલા તા. માળીયા(મી), વલ્લમજીભાઇ મોહનભાઇ માકાસણા ઉ.વ.૭૦ રહે. ચરાડવા તા. હળવદ જી.મોરબી, જયંતીભાઇ છગનભાઇ પડસુંબીયા ઉ.વ.૬૫ રહે.નાનીવાવડી તા.મોરબી, ચંદુલાલ રતનશીભાઇ ગામી ઉ.વ.૫૮ રહે. મોરબી કન્યા છાત્રાલય રોડ બાયપાસ રોડ નજીક શ્રીજી પાર્ક મહાદેવ હાઇટસ ફલેટનં.૬૦૨ મોરબી, નાગજીભાઇ છગનભાઇ દાવા ઉ.વ.૫૪ રહે. મોરબી પંચાસર રોડ નાનીકેનાલ પ્રમુખ સ્વામી સોસાયટી મુળ રહે. નારણકા તા.મોરબી, દેવદાનભાઇ મોમૈયાભાઇ કુંભારવાડીયા ઉ.વ.૬૨ રહે. રવાપર ગામ શ્રી હરી ટાવરની બાજુમા હનુમાનચોક રવાપર ધુનડા રોડ મોરબી, કાનજીભાઇ રામજીભાઇ ભીમાણી ઉ.વ.૫૩ રહે. નેસડા (સુરજી) તા. ટંકારા જી. મોરબી, આપાભાઇ લક્ષ્મણભાઇ ચાવડા ઉ.વ.૫૦ રહે. મોરબી કંડલા બાયપાસ પાપાજી ફનલવ્ડ પાસે ધર્મસૃષ્ટી સોસાયટી, મનસુખભાઇ નરશીભાઇ ભાડજા ઉ.વ.૬૧ રહે. મોરબી પંચાસર રોડ નાનીકેનાલ જાનકી એપાર્ટમેન્ટ ઓમ પાર્ક પાછળ મોરબીવાળાને રોકડ રકમ રૂ.૧,૦૩,૫૦૦ નાં મુદામાલ સાથે મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.