મોરબીમાંથી બે બાઈક ચોરીની ફરીયાદ નોંધાઈ
મોરબી: મોરબીના સામા કાંઠા વિસ્તારમાં બે અલગ અલગ જગ્યાએથી બાઈક ચોરીની મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મોરબીના સામા કાંઠે રામક્રુષ્ણનગરમા રહેતા વિરેનભાઇ ભુખુભાઈ કાચા (ઉ.વ.૪૫) એ આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદીનુ ગ્રીન કલરનું ઇલેક્ટ્રિક મોટરસાયકલ જેની કિંમત રૂ.૩૫,૦૦૦ વાળુ રામક્રુષ્ણનગર સ્કુલ સામે પાર્ક કરેલી જગ્યાએથી કોઈ અજાણ્યો ચોર ઈસમ ચોરી કરી લઇ ગયો હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
જ્યારે બીજી બીજી ફરીયાદ મોરબીના સામા કાંઠે વિધ્યુતનગર હરિપાર્ક સોસાયટીમાં રહેતા સાગરભાઈ નભુભાઈ બાવાજી (ઉ.વ.૨૯) એ આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદીનુ હીરો કંપનીનુ સ્પ્લેન્ડર પ્લસ મોટરસાયકલ રજીસ્ટર નંબર -જીજે-૨૫-કે-૪૩૩૩ વાળુ જેની કિંમત રૂ. ૪૦,૦૦૦ વાળું વિધ્યુતનગર હરિપાર્ક સોસાયટીમાં પાર્ક કરેલી જગ્યાએથી કોઈ અજાણ્યો ચોર ઈસમ ચોરી કરી લઇ ગયો હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.