Thursday, January 16, 2025

મોરબી: આઠ ચોરાવ મોટરસાયકલ સાથે એક ઈસમ ઝડપાયો

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: મોરબી શહેરમાં અલગ અલગ જગ્યાએથી ચોરી કરેલ આઠ ચોરીના મોટરસાયકલ સાથે એક ઈસમને મોરબી સીટી બી ડિવિઝન પોલીસે ઝડપી પાડયો છે.

મોરબી સીટી બી ડિવિઝન સર્વેલસ સ્ટાફ ડ્રોન કેમેરા સાથે ફર્ન હોટેલ સામે મોરબી માળીયા નેશનલ હાઇવે રોડ ઉપર વાહન ચેકીંગમાં હોય તે દરમ્યાન ડ્રોન કેમેરામાં એક ઇસમ નંબર પ્લેટ વિનાનુ મોટરસાયકલ લઇ આવતો જોવામાં આવેલ જેથી હાજર સર્વેલન્સ સ્ટાફે ઇસમને રોકી મો.સા. બાબતે પુછપરછ કરતા યોગ્ય જવાબ ન આપતો હોય જેથી અનડીકેટક મોટરસાયકલ ચોરીના ગુન્હા ના મોટરસાયકલના રજીસ્ટર નંબર પોકેટ કોપ એપ્લીકેશનમાં સર્ચ કરતા જે મોટરસાયકલ મોરબી સીટી બી ડીવી પોલીસ સ્ટેશનના ગુન્હામાં ચોરીમાં ગયેલ હોવાનું જણાઇ આવતા કાયદેસરની કાર્યવાહી કરી આરોપીની સઘન પુછપરછ કરતા મોરબીમાં આવેલ ત્રાજપર રોડ, નટવર પાર્ક સોસાયટી પાસેથી ચોરી કરેલ હોવાની કબુલાત આપેલ. તેમજ બીજી અલગ અલગ જગ્યાએથી અન્ય સાત જેટલા મોટરસાયકલ ચોરી કરેલ હોવાની કબુલાત આપતા બીજા સાત મો.સા. રીકવર કરી આરોપી હનીફભાઇ કાસમભાઇ સંધવાણી ઉ.વ.૨૮ રહે- માળીયા, સંધવાણી શેરી જી. મોરબીવાળાને ઝડપી પાડી આરોપી વિરૂધ્ધ કાયદેશરની કાર્યવાહી કરેલ છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર