ટંકારા: પરપ્રાંતીય મજુરોની morbi assured એપમા રજીસ્ટ્રેશન ન કરાવનાર સ્પાના સંચાલક સામે ફરીયાદ નોંધાઈ
ટંકારા: ટંકારાના લજાઈ હડમતીયા રોડ પર આવેલ ન્યુઇમેઝ સ્પામાં કામ કરતા કર્મચારીઓ પર પ્રાંતિય મજુરોનુ MORBI ASSURED એપ્સ.મા રજીસ્ટ્રેશન ન કરવાતા ન્યુ ઈમેજ સ્પાના સંચાલક વિરુદ્ધ ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મૂળ મહારાષ્ટ્રના વતની અને હાલ લજાઈ હડમતીયા રોડ ઉપર આવેલ ન્યુઇમેઝ સ્પામાં રહેતા અમૃતકુમાર ધનંજય મેસ્કા (ઉ.વ.૨૨) એ લજાઈ હડમતીયા રોડ પર આવેલ ન્યુઇમેઝ સ્પામાં કર્મચારીઓ રાખ્યા હોય પરંતુ morbi assured એપ્સ.મા રજીસ્ટ્રેશન કરાવ્યું ન હોય ત્યારે અચાનક ટંકારા તાલુકા પોલીસની ટીમે સ્પાની ઓચિંતી તપાસ કરતા ત્યાં કામ કરતા મજૂરોનું એપમાં રજીસ્ટ્રેશન કરેલ ન હોવાનું જાણવા મળતા સંચાલક આરોપીએ કલેકટર અને જીલ્લા મેજિસ્ટ્રેટ મોરબીના જાહેરનામાનો ભંગ કરતા આરોપી સ્પાના સંચાલક અમૃતકુમાર ધનંજય મેસ્કા ઉ.વ.૨૨વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધી છે.