એક તરફ વિકાસ ની વાતુંની વણજાર થઈ રહી છે તો બીજી તરફ ગોતીલો ગોતીલો વિકાસ ગોતીલો જેવો ઘાટ સર્જાયો છે
મોરબીના તખ્તસિંહજી રોડ થી ગાંધીચોક સુધી રોડ પર વરસાદી પાણી અને દુર્ગંધ યુક્ત ગટરના પાણી થી અનેક વેપારીઓને અને વાહન ચાલકોને પરેશાની ભોગવવાનો વારો આવ્યો છે.
ત્યારે આજે સાંજના સમયે મોરબી શહેર કોંગ્રેસ ની ટીમ આ રોડ પર પહોચી હતી અને મોરબીનાં વેપારીઓ નાં પ્રાણપ્રશ્ને મુલાકાત કરી નગરપાલીકા નાં વહીવટ દાર સાથે ટેલીફોનીક વાતચીત દરમ્યાન આવતીકાલે આ પ્રશ્નનું નિરાકરણ લાવવા માટે સહમતી દર્શાવી અને જો ૩ દિવસ માં પ્રશ્ન હલ નહીં થાય તો શહેર કોંગ્રેસ દ્વારા વેપારીઓ ને સાથે રાખી આવેદનપત્ર આપવામા આવશે તેવું મોરબી શહેર કોંગ્રેસ પ્રમુખે જણાવ્યું હતું
મહાકુંભમાં શ્રદ્ધાની ડૂબકી માટે કરવામાં આવતા શાહી અને અમૃત સ્નાનનો તફાવત શું હોઈ છે વાંચો આ અહેવાલ
મોરબી: પ્રયાગરાજ ખાતે હાલ મહાકુંભ મેળો ચાલી રહ્યો છે જેમાં કરોડો લોકોએ આસ્થાની ડૂબકી લગાવી સ્નાન કર્યું છે. મહાકુંભ મેળામાં સ્નાન કરવું એ આત્મા અને મનની શુદ્ધિનુ પ્રતિક ગણાય જેના અનેક ફાયદાઓ છે...
મોરબી હળવદ રોડ પર ઉંચી માંડલ ગામની સીમમાં ન્યુ બાબા રામદેવ હોટેલ સામે ઈકો કારમા વિદેશી દારૂ ભરી હેરાફેરી કરતા દારૂની બોટલ નંગ -૭૨ કિં રૂ. ૪૮૭૯૪ નો મુદ્દામાલ જપ્ત કરી એક ઈસમોને મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડયો છે.
મળતી માહિતી મુજબ મોરબી તાલુકા પોલીસ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન મોરબી...
મોરબી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની સામાન્ય/મધ્યસ્થ/પેટા ચૂંટણીઓ જાહેર કરવામાં આવી છે. જેના અનુસંધાને મોરબી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હેઠળના વિસ્તારોમાં આદર્શ આચાર સંહિતા અમલમાં મુકવામાં આવી છે.
મોરબી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની સામાન્ય/મધ્યસ્થ/પેટા ચૂંટણીઓ અંતર્ગત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હેઠળના વિસ્તારોમાં મતદાન શરૂ થવાના સમય પહેલાના ૪૮ કલાકના સમયગાળામાં ચૂંટણી પ્રસાર પ્રચાર બંધ...