માળીયાના વર્ષામેડી ગામે યુવકને એક શખ્સે મારમાર્યો
માળીયા (મી): માળિયા તાલુકાના વર્ષામેડી ગામે યુવકે પોતાના મોટા ભાઈને આરોપી સાથે બેસવાની ના પાડેલ હોય જે બાબતનો ખાર રાખી આરોપીએ યુવકને ગાળો આપી મુંઢમાર માર્યો હોવાની ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ માળીયા (મી) તાલુકાના વર્ષામેડી ગામે રહેતા કારૂભાઈ હમીરભાઇ ચાવડા (ઉ.વ.૪૪) એ તેમના જ ગામના આરોપી રૂપાભાઈ મેપાભાઈ ખીટ વિરુદ્ધ માળીયા તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદીએ આરોપી સાથે પોતાના મોટાભાઈને બેસવાની ના પાડેલ હોય જે બાબતનો ખાર રાખી આરોપીએ ફરીયાદીને ગાળો આપી ઢીકાપાટુનો મુંઢમાર મારી મુંઢ ઇજાઓ પહોંચાડી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.