મોરબી: સમગ્ર દેશમાં આજે રંગેચંગે સ્વાતંત્રતા પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે ફાટસર પ્રાથમિક શાળામાં ૭૮ માં સ્વાતંત્રતા પર્વની ઉજવણી ઉત્સાહભેર કરવામાં આવી હતી.
જેમાં ખાસ મહેમાન તરીકે દામજીભાઈ જાવિયા હાજર રહ્યા હતા. મુળ ફાટસર ગામના વતની અને હાલ લંડન રહેતા દામજીભાઈ શામજીભાઈ રાઠોડ તથા સરલાબેન દામજીભાઈ રાઠોડ તરફથી ફાટસર પ્રાથમિક શાળાના બધા જ વિદ્યાર્થીઓને સ્કૂલ બેગ તથા શૈક્ષણિક કીટ સાથે બે જોડી યુનિફોર્મ આપવામાં આવ્યા હતા તથા વાર્ષિક પરિક્ષામાં પહેલો, બીજો, ત્રીજો નંબર આવેલા વિદ્યાર્થીઓને ઇનામ આપવામાં આવ્યું હતું. તે માટે દામજીભાઈ જાવિયાએ ખૂબ જહેમત ઉઠાવી હતી.