મોરબીની નિર્મલ વિદ્યાલય ખાતે સ્વતંત્રતા પર્વની ભવ્ય ઉજવણી કરાઈ
મોરબી: મોરબીના કેનાલ રોડ પર આવેલ નિર્મલ વિદ્યાલય ખાતે સ્વતંત્રતા પર્વની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી.
સમગ્ર દેશમાં આન બાન અને શાનથી 15મી ઓગસ્ટ સ્વતંત્રતા પર્વની રંગેચંગે ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે આજે મોરબીના કેનાલ રોડ પર આવેલ નિર્મલ વિદ્યાલય ખાતે ૭૮ માં સ્વતંત્રતા પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. સ્વતંત્રતા પર્વની ઉજવણી નિમિત્તે નિર્મલ વિદ્યાલયમા સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા. જેમાં વિદ્યાર્થીઓ વિવિધ પ્રવૃતિઓ રજુ કરી હતી. તેમજ મોરબી જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી મોરબી પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવી હતી જેમાં નિર્મલ વિદ્યાલયની કેટલીક વિદ્યાર્થીનીઓએ સાંસ્કૃતિક પ્રવૃત્તિઓમા ભાગ લીધો હતો. જે વિદ્યાર્થીનીઓને કલેકટર કે.બી. ઝવેરીના હસ્તે પ્રશસ્તિપત્ર અર્પણ કરી સન્માનિત કરવામાં આવી હતી.
આ કાર્યક્રમને સફળ બનાવવા નિર્મલ વિદ્યાલયના પ્રિન્સિપાલ તથા શિક્ષકો તથા સ્ટાફે ભારે જેહમત ઉઠાવી હતી.