મોરબી: હોમગાર્ડમાં ફરજ બજાવતા બ્રિજેશ ચંદ્રકાંતભાઈ પંડ્યાને મુખ્યમંત્રી એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા
મોરબીમાં છેલ્લા 20 વર્ષથી હોમગાર્ડમાં ફરજ બજાવતા પ્લાટુન કમાન્ડર બ્રિજેશ ચંદ્રકાંતભાઈ પંડ્યા ને મુખ્યમંત્રી એવોર્ડ થી સન્માનિત કરવામાં આવ્યા છે. 15 મી ઓગસ્ટની ઉજવણી દરમિયાન પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે આજે જિલ્લા કલેક્ટર કે બી ઝવેરી અને પોલીસ વડા રાહુલકુમાર ત્રિપાઠી ના હસ્તે તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. હોમગાર્ડમાં ઉત્કૃષ્ટ સેવા બદલ આજે તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. આજે રાજભવન ખાતે રાજ્યપાલની ઉપસ્થિતિ માં યોજાનાર સ્નેહ મિલન કાર્યક્રમ માં ઉસપસ્થિત રહેવા માટે આમંત્રણ મળતા પ્લાટુન કમાન્ડર બ્રિજેશભાઈ પોલીસ પરેડ ગ્રાઈન્ડ ખાતે પરેડ પૂર્ણ કર્યા બાદ તેઓ સીધા ગાંધીનગર જવા માટે રવાના થયા હતા.
મુખ્યમંત્રી એવોર્ડ મળવા ઉપરાંત રાજભવન ખાતે યોજાનાર સ્નેહ મિલન કાર્યક્રમ માં ઉપસ્થિત રહેવા માટે આમંત્રણ મળવા બદલ પૂરું હોમગાર્ડ યુનિટ હર્ષની લાગણી અનુભવે છે.