Thursday, February 6, 2025

બુદ્ધિનું પ્રદર્શન: મોરબીના ધારાસભ્યએ લીલીઝંડીના બદલે તિરંગો બતાવીને સફાઈ માટેના વાહનોનું પ્રસ્થાન કરાવ્યું

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

શું ધારાસભ્યોને રાષ્ટ્રીય ધ્વજની ગરીમાનું પણ ખ્યાલ નથી તેવા સવાલો અત્યારે ઉઠી રહ્યા છે

મોરબી ખાતે બે દિવસ પેહલા નગરપાલિકા નાં એક કાર્યક્રમ દરમિયાન કાંતિભાઈ દ્વારા લીલીઝંડીના બદલે તિરંગો બતાવીને સફાઈ માટેના વાહનોનું પ્રસ્થાન કરાવ્યું

નેતાઓને ક્યારેક અક્કલનું પ્રદર્શન નથી કરવુ હોવા છતાં થઈ જાય છે. આના માટે બુધ્ધિના કોઇ માપદંડ નથી હોતા પરંતુ જાણે અથવા અજાણ્યે આવુ થઈ જતુ હોય છે. આ તસવીરમાં મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયા હાથમાં આપણા દેશનો તિરંગો લઈને ઉભેલા દેખાય છે. પ્રથમ દ્રષ્ટિએ એવુ લાગે કે કાંતિભાઈમાં ભરપૂર રાષ્ટ્રભાવના ભરેલી છે અને માટે જ તેઓ હાથમાં તિરંગો લઈને નીકળી પડ્યા છે. પરંતુ જ્યારે ઘટનાની અંદર આપણે ઉતરીએ તો એટલુ જરૂરથી સ્પષ્ટ થાય છે કે કાંતિભાઈએ અહિંયા અક્કલનું જબરદસ્ત પ્રદર્શન કર્યુ હતું.

કાર્યક્રમ હતો સફાઈ માટેના વાહનો ફાળવવાનો અને આ વાહનોના લોકાર્પણ કરવાના હતા અને તે વાહનોને લીલીઝંડી આપવાની હતી. પરંતુ કાંતિભાઈને કદાચ એ ખબર નહિ હોય કે લીલીઝંડીનુ મુલ્ય શુ છે અને આપણા દેશના તિરંગાની આન બાન અને શાન શુ છે. તેઓના હાથમાં તિરંગો હતો એટલે તેઓએ તિરંગો બતાવીને જાણે લીલીઝંડી આપતા હોય તેવી રીતે સફાઈ માટેના વાહનો પસાર કરાવ્યા હતા.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર